અભિષેક કહે છે, ‘મારી બે ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની છે એ વાતની મને ખુશી છે.`
હૉરર-કૉમેડી ‘સ્ત્રી 2`
શ્રદ્ધા કપૂરની હૉરર-કૉમેડી ‘સ્ત્રી 2’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થશે અને એ જ દિવસે ઍક્શનથી ભરપૂર જૉન એબ્રાહમની ‘વેદા’ પણ રિલીઝ થવાની છે. આ બન્ને ફિલ્મોમાં અભિષેક બૅનરજી જોવા મળશે. અભિષેક બૅનરજીને એ વાતની ખુશી છે કે તેની પોતાની જ બે ફિલ્મો ક્લૅશ થવાની છે. એ વિશે અભિષેક કહે છે, ‘મારી બે ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની છે એ વાતની મને ખુશી છે. એવું લાગે છે કે બૉક્સ-ઑફિસ પર મારી જાત સાથે જ મારી ટક્કર છે.’
‘સ્ત્રી 2’માં જાનાનો રોલ કરનાર અભિષેક બૅનરજીનું માનવું છે કે આ હૉરર-કૉમેડીનાં તમામ પાત્રો ખૂબ મજેદાર છે અને ફિલ્મને અલગ લેવલ પર લઈ જશે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’ની સીક્વલ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના લીડ રોલમાં છે. ‘સ્ત્રી 2’માં અભિષેક જાનાના રોલમાં જોવા મળશે. ફિલ્મ વિશે અભિષેક બૅનરજી કહે છે, ‘મારા કૅરૅક્ટરનું લોકો સાથે ખાસ બૉન્ડિંગ છે. ફરી એક વખત હું મારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવા કટિબદ્ધ છું. આજે પણ મારા આ રોલને લઈને લોકોનો જે પ્રેમ મળે છે, ખાસ કરીને બાળકો તરફથી, એથી ખરેખર ખૂબ આનંદ મળે છે. જાના અને દરેક પાત્રો આ વખતે અતિશય મજેદાર રહેવાનાં છે. એ બધાં ‘સ્ત્રી’ને એક અલગ લેવલ પર લઈ જશે.’
ADVERTISEMENT
‘સ્ત્રી 3’ની તૈયારી શરૂ થઈ ચૂકી છે
‘સ્ત્રી 3’ની તૈયારી શરૂ કરી દીધી હોવાનું મેકર્સે જણાવ્યું છે. ૧૫ ઑગસ્ટે રિલીઝ થનારી ‘સ્ત્રી 2’ના ત્રીજા પાર્ટની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ હૉરર-કૉમેડીનો પહેલો પાર્ટ ૨૦૧૮માં રિલીઝ થયો હતો. હવે ૬ વર્ષ બાદ એની સીક્વલ ‘સ્ત્રી 2’ રિલીઝ થવાની છે. ‘સ્ત્રી 2’નું ટ્રેલર માત્ર ફિલ્મનો ૧૦ ટકા ભાગ હોવાનું મેકર્સનું માનવું છે. ‘સ્ત્રી 3’ પર કામ શરૂ થઈ ગયું છે અને મેકર્સે ખાતરી આપી છે કે આ વખતે એની રિલીઝ માટે વધુ રાહ નહીં જોવી પડે. ‘સ્ત્રી’ની ફ્રૅન્ચાઇઝી દિનેશ વિજને પ્રોડ્યુસ અને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે.

