Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીઅરની શરૂઆતમાં મને ફિલ્મ મળશે કે નહીં એ મામલે હું ખૂબ કન્ફ્યુઝ હતો

કરીઅરની શરૂઆતમાં મને ફિલ્મ મળશે કે નહીં એ મામલે હું ખૂબ કન્ફ્યુઝ હતો

Published : 02 July, 2026 01:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચને કહ્યું કે છેલ્લાં પાંચથી ૭ વર્ષમાં હું એ નક્કી કરી શક્યો છું કે મારે હવે શું નથી કરવું

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૨૬ વર્ષ પૂરાં કર્યાં છે. તેની અને કરીના કપૂરની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ ૨૦૦૦માં રિલીઝ થઈ હતી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આટલો સમય ગાળ્યા બાદ અભિષેકે પોતાની અત્યાર સુધીની સફરને યાદ કરતાં કહ્યું કે આ વર્ષો દરમ્યાન એક અભિનેતા તરીકે તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે.

પોતાના વ્યક્તિત્વમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું હતું કે ‘મારામાં સૌથી મોટો બદલાવ એ આવ્યો છે કે હવે હું ઘણો વધુ કમ્ફર્ટેબલ છું. જ્યારે મેં કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે થોડી અસહજતા હતી, પણ હવે કૅમેરા સામે હું ઘણો સહજ રહું છું. જ્યારે તમે જેવા છો એવા જ રહો છો અને પોતાની સાથે સહજ અનુભવો છો ત્યારે તમને કયા નિર્ણયો લેવા જોઈએ એની સ્પષ્ટતા મળી જાય છે. આજે હું ખૂબ જ સ્પષ્ટ છું. છેલ્લાં પાંચથી ૭ વર્ષમાં હું એ નક્કી કરી શક્યો છું કે મારે શું નથી કરવું. કારકિર્દીની શરૂઆતમાં ઘણો ઉત્સાહ હોય છે, પણ હું મને ફિલ્મ મળશે કે નહીં એ મામલે કન્ફ્યુઝ હતો. આ સંજોગોમાં હું જે પણ કામ મળે એ સ્વીકારી લેતો હતો. હવે હું એવું નથી કરતો.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK