આમિર આ રિલેશનશિપ વિશે ગંભીર છે અને તેણે પોતાના પરિવાર સાથે ગૌરીની મુલાકાત કરાવી છે.
આમિર ખાન
આમિર ખાનના જીવનમાં નવી પ્રેમિકાનું આગમન થયું હોવાની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે તેનું નામ બહાર આવ્યું છે. આમિરની આ નવી ગર્લફ્રેન્ડનું નામ ગૌરી હોવાનું જાણવા મળ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌરી બૅન્ગલોરની છે અને તેનો બૉલીવુડ સાથે કોઈ સંબંધ નથી. આમિર આ રિલેશનશિપ વિશે ગંભીર છે અને તેણે પોતાના પરિવાર સાથે ગૌરીની મુલાકાત કરાવી છે.
આમિરના અંગત જીવનની વાત કરીએ તો તેણે આ પહેલાં ૧૯૮૬થી ૨૦૦૨ સુધી રીના દત્તા સાથે અને ૨૦૦૫થી ૨૦૨૧ સુધી કિરણ રાવ સાથે લગ્નજીવન ગાળ્યું છે.

