કિરણે આ તસવીર સાથે કૅપ્શન લખી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે સોશ્યલ મીડિયા પર દીકરા આઝાદ રાવ ખાન સાથેની લેટેસ્ટ તસવીર શૅર કરીને જણાવ્યું છે કે હવે મારો દીકરો મારાથી પણ લાંબો થઈ ગયો છે. આ સાથે તેણે થોડાં વર્ષો પહેલાંની એક જૂની તસવીર પણ પોસ્ટ કરી છે. કિરણે આ તસવીર સાથે કૅપ્શન લખી છે, ‘ઠીક છે, હું સ્વીકારું છું કે આઝાદ હવે મારાથી થોડો લાંબો છે. તેણે મારા વાળ પર હાથ મૂકીને એ સાબિત કરવાની જરૂર નહોતી. બીજી તસવીર કેટલાંક વર્ષો પહેલાંની છે.’
આમિર અને કિરણના દીકરા આઝાદ રાવ ખાનનો જન્મ ૨૦૧૧માં IVF સરોગસી દ્વારા થયો હતો. આમિર અને કિરણે ૨૦૦૫માં લગ્ન કર્યાં હતાં અને તેઓ ૨૦૨૧માં અલગ થઈ ગયાં હતાં, પરંતુ તેઓ આઝાદનું કો-પેરન્ટિંગ કરી રહ્યાં છે.


