Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી આઇરાનાં લગ્ન માટે જ્વેલરી શૉપિંગ કરી આમિરે

દીકરી આઇરાનાં લગ્ન માટે જ્વેલરી શૉપિંગ કરી આમિરે

Published : 28 December, 2023 06:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનાં લગ્ન ત્રીજી જાન્યુઆરીએ થવાનાં છે. એ પહેલાં તેમણે પ્રી-વેડિંગ ફંકશનની શરૂઆત કરી દીધી છે. આઇરાનાં લગ્ન ટ્રેઇનર બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે થવાનાં છે.

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાને દીકરી આઇરા ખાનનાં લગ્ન માટે જ્વેલરી ખરીદી લીધી છે. તેનાં લગ્ન ત્રીજી જાન્યુઆરીએ થવાનાં છે. એ પહેલાં તેમણે પ્રી-વેડિંગ ફંકશનની શરૂઆત કરી દીધી છે. આઇરાનાં લગ્ન ટ્રેઇનર બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે થવાનાં છે. ગયા વર્ષે તેમની સગાઈ થઈ છે. આમિરની પહેલી વાઇફ રીના દત્તાની દીકરી છે આઇરા. જોકે તેમનાં લગ્નના બે મહિના પહેલાં જ મરાઠી પરંપરા પ્રમાણે કેળવણની પ્રથા કરવામાં આવી હતી. કેળવણનો અર્થ થાય છે વિવાહ પહેલાં કરવામાં આવતું શુભ કાર્ય. હવે તાજેતરમાં થયેલા તેમના લગ્નના ફંક્શનના ફોટો આઇરાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા હતા. એમાં આઇરાએ મરૂન સાડી પહેરી હતી તો નૂપુરે કુરતા-પાયજામાની સાથે માથે ફેંટો પહેર્યો હતો. આ ઇવેન્ટમાં આમિરની એક્સ-વાઇફ કિરણ રાવ તેના દીકરા આઝાદ સાથે પહોંચી હતી. તાજેતરમાં જ સાઉથ મુંબઈમાં આવેલા પદમ ઍન્ડ મંજુ સંચેતીના જ્વેલરી સ્ટોરમાં આમિર પહોંચ્યો હતો. તેણે દીકરી આઇરા માટે ત્યાંથી જ્વેલરી ખરીદી હતી. અગાઉ આમિર કહી ચૂક્યો છે કે દીકરીનાં લગ્ન વખતે તે તેનાં આંસુ પર કાબૂ રાખી શકશે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 06:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK