બન્નેએ એકબીજાનો હાથ પકડીને એન્ટ્રી કરી અને હાર્ટ શેપ બનાવીને પોઝ આપ્યા. આ ફેસ્ટિવલમાં આમિરને ‘માસ્ટર હ્યુમર અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ અવૉર્ડ લેવા જ આમિર ત્યાં ગયો હતો. ગર્લફ્રેન્ડ ગૌરી સાથે આમિર પહેલી વાર ફંક્શનમાં દેખાયો હતો.
આમિર ખાને મકાઉ ઇન્ટરનૅશનલ કોમૅડી ફૅસ્ટિવલમાં ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે
આમિર ખાને રવિવારે ચીનમાં યોજાયેલા મકાઉ ઇન્ટરનૅશનલ કોમૅડી ફૅસ્ટિવલમાં ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં આમિરને ‘માસ્ટર હ્યુમર અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ અવૉર્ડ લેવા જ આમિર ત્યાં ગયો હતો. નવી ગર્લફ્રેન્ડ ગૌરી સાથે આમિર પહેલી વાર આ રીતે જાહેર ફંક્શનમાં દેખાયો હતો.
આ ઇવેન્ટમાં આમિર અને ગૌરીએ એકમેકનો હાથ પકડીને એન્ટ્રી મારી હતી. ફંક્શનમાં આમિરે બ્લૅક કુર્તા-પાયજામા અને બ્લૅક-ગોલ્ડન શાલ પહેરી હતી, જ્યારે ગૌરીએ ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરી હતી. ફંક્શનના સ્ટેજ પર આમિર-ગૌરીએ ચીનના કલાકારો શેન ટેંગ અને મા લી સાથે ફોટો પડાવ્યા હતા. આ ઇવેન્ટની તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે જેમાં એક વિડિયોમાં બન્ને હાથથી દિલ બનાવી પોઝ આપતાં જોવા મળ્યાં હતાં, તો બીજા વિડિયોમાં તેમની રોમૅન્ટિક કેમિસ્ટ્રી દેખાઈ રહી હતી.

