આમિર ખાને લીડ ઍક્ટર તરીકે પહેલી વખત ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’માં કામ કર્યું હતું. આ પહેલાં તે ૧૯૮૪માં ડિરેક્ટર કેતન મહેતાની ‘હોલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો હતો. આ ફિલ્મની ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ બની છે.
આમિર ખાન
આમિર ખાને લીડ ઍક્ટર તરીકે પહેલી વખત ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’માં કામ કર્યું હતું. આ પહેલાં તે ૧૯૮૪માં ડિરેક્ટર કેતન મહેતાની ‘હોલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો હતો. આમિર ખાનના મોટા ભાગના ફૅન્સને આ વાતની ખબર છે, પણ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આમિરે સૌથી પહેલાં ૧૯૮૩માં ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની શૉર્ટ સ્ટુડન્ટ ડિપ્લોમા ફિલ્મ ‘સુબહ સુબહ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ નહોતી થઈ, પણ અત્યારે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના યુટ્યુબ હૅન્ડલ પર ઉપલબ્ધ છે. એ સમયે આમિર માત્ર ૧૭ વર્ષનો હતો. હાલમાં આ ફિલ્મની ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ બની છે.

