Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્ટ પત્ની સાથે પહેલી વખત અરબાઝે બેધડક ફોટો પડાવ્યા

પ્રેગ્નન્ટ પત્ની સાથે પહેલી વખત અરબાઝે બેધડક ફોટો પડાવ્યા

Published : 06 June, 2025 07:45 AM | Modified : 07 June, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરબાઝ અને શૂરાનાં આ બીજાં લગ્ન છે અને શૂરા અરબાઝ કરતાં બાવીસ વર્ષ નાની છે

અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન

અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન


અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમ્યાન બન્ને સાથે જોવા મળ્યાં હતાં. આ દરમ્યાન જ્યારે ફોટોગ્રાફર્સે શૂરાની કથિત પ્રેગ્નન્સી પર કપલને અભિનંદન આપ્યાં ત્યારે બન્ને હસવા લાગ્યાં અને થોડા શરમાઈ ગયાં. જોકે આ સમયે અરબાઝે ફોટોગ્રાફર્સની ઇચ્છાને માન આપીને પ્રેગ્નન્ટ શૂરા સાથે પોઝ પણ આપ્યા હતા. આ પછી અરબાઝ અને શૂરા કાર તરફ ચાલવા માંડ્યાં કે તરત જ એક ફોટોગ્રાફરનો અવાજ આવ્યો ‘જવા દો.’ આ સાંભળીને અરબાઝે હસીને કહ્યું, ‘તમે પણ જવા દો.’ એ પછી તેણે હસતાં-હસતાં કહ્યું, ક્યારેક સમજવાનો પ્રયાસ કરો.


અરબાઝ અને શૂરાનાં આ બીજાં લગ્ન છે અને શૂરા અરબાઝ કરતાં બાવીસ વર્ષ નાની છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી બન્નેનો એક પુત્ર અરહાન પણ છે, પણ તે મમ્મી સાથે રહે છે. મલાઇકા અને અરબાઝે ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK