આ પહેલાં શાહરુખ ખાનના નામ પરથી દુબઈમાં ‘શાહરુખ્ઝ ડૅન્યુબ’ નામની કમર્શિયલ પ્રૉપર્ટી લૉન્ચ કરવામાં આવી હતી
સલમાન ખાન
હાલમાં ચંડીગઢમાં એક નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યો છે, જેનું નામ સલમાન ખાનના નામ પરથી રાખવામાં આવે એવી ચર્ચા છે. આ પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉનશિપ જેવો હશે. એનો દેખાવ સૅટેલાઇટ ટાઉન જેવો હોઈ શકે છે.
રિપોર્ટ પ્રમાણે આ ઇમારત માટે ત્રણ નામ રજિસ્ટર કરાવવામાં આવ્યાં છે અને એનું નામ એસ.કે. ટાવર્સ, ધ સલમાન ટાવર્સ અથવા સલમાન ખાન ટાવર્સ રાખવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી બે રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક સ્થાનિક બિલ્ડર છે, જ્યારે બીજી વિદેશી કંપની છે.
ADVERTISEMENT
આ પહેલાં શાહરુખ ખાનના નામ પરથી દુબઈમાં ‘શાહરુખ્ઝ ડૅન્યુબ’ નામની કમર્શિયલ પ્રૉપર્ટી લૉન્ચ કરવામાં આવી હતી. દુબઈના શેખ ઝાયેદ રોડ પર પ્લાન કરવામાં આવેલી પંચાવન માળની આ ઇમારતમાં આશરે ૪,૫૦,૦૦૦ ચોરસ ફીટ પ્રીમિયમ ઑફિસ-સ્પેસ છે અને આખો પ્રોજેક્ટ ૧૦ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં ફેલાયેલો હશે.
