શબાના આઝમીની કારનો મુંબઇ-પુણે એક્સપ્રેસ પર થયો અકસ્માત,હૉસ્પિટલમાં દાખલ
ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીની ગાડી મુંબઇ પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત થઈ ગયો છે. તે ક્યાંક જઈ રહી હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખાલાપુર ટોલનાકા પાસે અભિનેત્રી શબાના આઝમીનો કાર અકસ્માત થઈ ગયો છે. તેને ઇજા થઈ છે અને તેને ગાડીમાંથી ઉતારતા પણ જોઇ શકાય છે. તાજેતરમાં જ જાવેદ અખ્તરના જન્મદિવસની પાર્ટીમાં તેમને જોવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ અવસરે બોલીવુડના અનેક કલાકારો સાથે તે દેખાઇ હતી. શબાના આઝમી જાવેદ અખ્તરની પત્ની છે. જાવેદ અખ્તરે તાજેતરમાં જ પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે બોલીવુડના અનેક કલાકારોએ તેમને વધામણી આપી. જેમાં રેખાનું પણ નામ સામેલ છે.
Actress Shabana Azmi injured after her car rammed into a truck from behind on Pune Mumbai eway near Khalapur toll plaza admitted to MGM hospital Panvel.#ShabanaAzmi pic.twitter.com/Jqv78RvUDt
— Raman kumar (@Jharaman2001) January 18, 2020
સોશિયલ મીડિયામાં આવતી ચર્ચા પ્રમાણે શબાના આઝમીની કારનો અકસ્માત એક ટ્રક સાથે થયો છે. શબાના આઝમીની ગાડીએ પાછળથી ટ્રકને ટક્કર મારી છે. સોશિયલ મીડિયા પર શબાના આઝમી અને અકસ્માત સ્થળની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.
શબાના આઝમી બોલીવુડની એ અભિનેત્રી છે જેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે અનેક વિષયો પર પોતાની વાત રજૂ કરતી હોય છે. શબાના આઝમીએ તાજેતરમાં જ પતિ જાવેદ અખ્તરના 75મા જન્મદિવસે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ભાગ લેવા માટે બોલીવુડના અનેક સિતારાઓ પહોંચ્યા હતા. બધાએ આ અવસરે જાવેદ અખ્તરને જન્મદિવસની શુભેચ્છાઓ અને વધામણી આપી અને શબાના આઝમીને પણ જબરજસ્ત પાર્ટી આપવા બદલ અભિનંદન આપ્યા.
આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....
હવે રાયગડ પોલીસ પ્રમાણે, 'શબાના આઝમી અને તેના ડ્રાઇવર કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર ખાલાપુર ટોલ પાસે થયો છે. તે પુણેથી મુંબઇ પાછા આવી રહ્યા હતા અને તેની ગાડી એક ટ્રક સાથે ભટકાણી. જાવેદ અખ્તર પણ આ ગાડીમાં હતા પણ તે સુરક્ષિત છે. બન્નેને MGM હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.'