° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


સાઇના માટે 15 દિવસ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રોકાશે પરિણીતી

06 November, 2019 10:33 AM IST | Mumbai

સાઇના માટે 15 દિવસ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રોકાશે પરિણીતી

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા તેની આગામી બાયોપિક ‘સાઇના’ માટે પંદર દિવસ સુધી નવી મુંબઈમાં આવેલા રામશેઠ ઠાકુર ઇન્ટરનૅશનલ સ્પોર્ટ‍્સ કોમ્પ્લેક્સમાં રહેવાની છે. તે બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલનાં પાત્રને આ ફિલ્મ દ્વારા સાકાર કરવાની છે. શૂટિંગની સાથે તે એનાં માટે જરૂરી ટ્રેઇનિંગ લઈ રહી છે. જોકે ટ્રાવેલિંગનો સમય બચાવવા માટે તે‌ણે સ્પોર્ટ‍્સ કોમ્પલેક્સમાં રહેવાનો નિર્ણય લીધો છે. આ વિશે જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘અમે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રહેવાનું નક્કી કર્યું છે કારણ કે હું અહીં ટ્રેઇનિંગ લઈ શકું અને સાથે જ એ જ લોકેશન પર શૂટિંગ પણ કરી શકું. શૂટિંગ દરમ્યાન હું આ ગેમને વધુ સારી રીતે રમી શકું એ મારા માટે ખૂબ અગત્યનું છે. ફિલ્મમાં મારે સાઇનાની જેમ જ રમવાનું છે એથી હું મારી જાતને આ ગેમમાં કુશળ બનાવવા માગુ છું. ટ્રાફિકમાં કિંમતી સમય વેડફવો એમાં કોઈ તર્ક નથી. એ સમયનો હું ગેમને સારી બનાવવામાં સદ્ઉપયોગ કરી શકું છું. હું એવુ અનુભવી રહી છું કે હું દરેક લોકોથી દૂર થઈ ગઈ છું અને આઉટડોર શૂટિંગ કરી રહી છું.

આ પણ વાંચો : ચાર વર્ષના બાળકને અપશબ્દો બોલતા ચોમેર નિંદા થઈ રહી છે સ્વરા ભાસ્કરની

હું આખી પ્રોડક્શન ટીમ અને મારા ડિરેક્ટરનો આભાર માનું છું કે તેમણે મને લોકેશન પર રહેવાની પરવાનગી આપી. સાથે જ મારા માટે તેમણે સરળતા પણ કરી આપી છે. મને અહીં સારી જગ્યા મળી છે કે જ્યાં મને સારી નિંદર પણ મળે છે. હું અહી બે અઠવાડિયા સુધી રહેવાની છું.’

06 November, 2019 10:33 AM IST | Mumbai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

19 September, 2021 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દુ યુનિવર્સિટી ઑફ અમેરિકા ડૉક્ટરેટથી સન્માનિત કરશે અનુપમ ખેરને

અનુપમ ખેરે ૫૦૦થી વધુ ફિલ્મોમાં અને ૧૦૦થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તેમને બે નૅશનલ અવૉર્ડ, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

19 September, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

તાપસી પન્નુ અને શાહરુખ દેખાશે સાથે?

આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે?

19 September, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK