Love Aaj Kal Trailer: બે છોકરીઓના પ્રેમમાં ફસાયો કાર્તિક આર્યન...
બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લવ આજકલ'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 16 જાન્યપઆરીના પહેલા પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું આવ્યું હતું. પોસ્ટર જોયા પછી લોકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ચાહકો આજે ધ્યાન રાખીને બેઠા હતા કે ક્યારે સારા-કાર્તિકની 'લવ આજકલ'નું ટ્રેલર સામે આવશે. તો ચાહકોની રાહ હવે પૂરી થઈ છે અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
શું છે ટ્રેલરમાં :
ટ્રેલરમાં કાર્તિકને બે છોકરીઓના પ્રેમમાં ફસાતો બતાવવામાં આવ્યો છે, પણ જુદાં-જુદાં સમયમાં... કાર્તિકની પહેલી લવ સ્ટોરી બતાવવામાં આવી છે 1990માં જ્યારે તે સ્કૂલ બૉય હોય છે અને એક છોકરીના પ્રેમમાં પાગલ હતો. તો બીજી લવ સ્ટોરી બતાવવામાં આવી છે 2020ની એટલે કે આજના જમાનાની 2020માં કાર્તિકને પ્રેમ થાય છે સારા અલી ખાન સાથે. જે પોતાના કરિઅરને લઈને એક પેશનેટ છોકરી છે અને પ્રેમમાં પડવા માગતી નથી. પણ કાર્તિક તેના મનમાં પોતાની માટે જગ્યા બનાવી લે છે. અને લવ સ્ટોરીમાં આવી જાય છે એક ટ્વિસ્ટ અને બન્નેના સંબંધો તૂટવાને આરે આવી જાય છે. હવે તે ટ્વિસ્ટમાં શું થશે તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
ADVERTISEMENT
ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ 'વીર' અને સારા અલી ખાનનું 'જોઇ' છે. બન્ને સિવાય ફિલ્મમાં આરૂષી શર્મા પણ લીડ રોલમાં છે જેની સાથે કાર્તિકની 1990ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આરૂષી આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય રણદીપ હુડ્ડા પણ આ ફિલ્મ દેખાશે, જો કે ટ્રેલરમાં તેની ઝલક દેખાડવામાં આવી નથી. ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી 'લવ આજકલ' 14 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે.
આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો
જણાવીએ કે સારા-કાર્તિકની 'લવ આજકલ' વર્ષ 2009માં રિલીઝ થઈ 'લવ આજકલ'ની સીક્વલ છે. તે ફિલ્મમાં સારાના પિતા એટલે કે સૈફ અલી ખાને લીડ એક્ટરનું પાત્ર ભજવ્યું હતું. તેમની સાથે દીપિકા પાદુકોણ લીડ એક્ટ્રેસ હતી. તે સમયમાં આ ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ હતી. હવે જોવાનું એ હશે કે પિતાની ફિલ્મના સીક્વલમાં દીકરી શું કમાલ બતાવી શકે છે. હાલ ટ્રેલરને ઘણો મિક્સ રિસ્પૉન્સ મળ્યો છે. ટ્રેલરને જોઈને લોકોને જૂની લવ આજકલની યાદ આવી ગઈ છે.