Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૃત્યુ પહેલા દિવ્યા ભારતીએ કરી હતી આ ખાસ ડીલ...

મૃત્યુ પહેલા દિવ્યા ભારતીએ કરી હતી આ ખાસ ડીલ...

Published : 25 February, 2020 02:58 PM | Modified : 25 February, 2020 03:10 PM | IST | Mumbai Desk

મૃત્યુ પહેલા દિવ્યા ભારતીએ કરી હતી આ ખાસ ડીલ...

મૃત્યુ પહેલા દિવ્યા ભારતીએ કરી હતી આ ખાસ ડીલ...


ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછાં સમયમાં પોતાને સાબિત કરનારી દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 25 ફેબ્રુઆરી, 1974માં મહારાષ્ટ્રમાં થયો હતો. દિવ્યાએ ફક્ત 19ની ઉંમરમાં જ આ દુનિયા છોડી દીધી હતી. તેની એકાએક થયેલી મૃત્યુ બાબતે તેના ચાહકોને આજે પણ વિશ્વાસ નથી થતો. તેના ચોહકોને તેના મૃત્યુનું દુઃખ આજે પણ છે. તેણે પોતાના નાનકડાં ફિલ્મી કરિઅરમાં 12 ફિલ્મો કરી હતી. ચુલબુલી અને નટખટ અદાઓવાળી અભિનેત્રી દિવ્યાએ 5 એપ્રિલ, 1993ના વિશ્વને અલવિદા કહી દીધું હતું. આટલા વર્ષો પછી આજે પણ તેનું મૃત્યું એક રહસ્ય છે. આજે તેના જન્મદિવસે જણાવીએ તેના વિશેની કેટલીક અજાણી વાતો.


છેલ્લા સમયે આ બે લોકો હતા દિવ્યાની સાથે...
દિવ્યા ભારતીનું મૃત્યુ 5 એપ્રિલ, 1993ના તેના ફ્લેટની બારીથી થયું. જણાવીએ કે તે વખતે દિવ્યા સાથે ફ્લેટમાં ફેશન ડિઝાઇનર નીતા લુલ્લા અને તેનો પતિ શ્યામ લુલ્લા હાજર હતા. જણાવીએ કે રાતે 10 વાગ્યે દિવ્યા ભારતીના ફ્લેટમાં પહોંચ્યા હતા. ત્રણેએ લિવિંગ રૂમમાં બેસીને ડ્રિન્ક્સ લીધી. આ ત્રણે સિવાય ફ્લેટમાં દિવ્યાની મેડ કિચનમાં કામ કરતી હતી. જ્યાં નીતા અને શ્યામ લિવિંગ રૂમમાં બેઠાં હતાં. ત્યાં જ દિવ્યા થોડી વાર પછી બારી તરફ ગઈ. તે થોડીવાર સુધી બારી પાસે બેસી રહી. તેના પછી દિવ્યા જેવી મોઢું ફેરવા ગઈ કે તેનું બેલેન્સ બગડી ગયું અને પાંચ માળની બિલ્ડિંગમાંથી નીચે કંક્રીટની જમીન પર પડી ગઈ.



Divya Bharti with Shah Rukh Khan


બારીમાં ન હતી ગ્રિલ
જણાવીએ કે જે બારી પર દિવ્યા બેઠી હતી તેના પર ગ્રિલ ન હતી. તો જ્યાં દરરોજ પાર્કિંગ એરિયામાં જ્યાં ગાડીઓ ઉભી રહેતી હતી તે દિવસે ત્યાં એક પણ ગાડી પાર્કિંગમાં ઉભી ન હતી. ચર્ચાઓ પ્રમાણે જે સમયે દિવ્યા બારીમાંથી નીચે પડી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. તેનું શરીર લોહીથી લથપથ હતું. તેને તરત જ મુંબઇના કૂપર હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં રાખવામાં આવી. જો કે, કેટલાક સમય પછી તેનું મૃત્યુ થઈ ગયું.

મૃત્યુના દિવસે સાઇન કરી હતી આ ડીલ
દિવ્યા ભારતીએ પોતાની મૃત્યુ એટલે કે 5 એપ્રિલ, 1993ના એક ડીલ સાઇન કરી હતી. આ ડીલ સાઇન કરવા માટે તે મૃત્યુના દિવસે જ સવારે ચેન્નઇથી શૂટિંગ કરીને પાછી આવી હકી. તે બીજા દિવસે શૂટિંગ માટે હૈદરાબાદ જવાની હતી. જણાવીએ કે દિવ્યા મુંબઇ પોતાના નવા ફ્લેટની ડીલ સાઇન કરવા આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 03:10 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK