પાકિસ્તાનને પણ અપીલ કરી કે પહલગામ હુમલાની તપાસમાં ભારતનો સહયોગ કરે જેથી આતંકવાદીઓને પકડી શકાય અને હુમલાના જવાબદારને સજા આપી શકાય.
જે. ડી. વૅન્સ
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે પહલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતાં ભારત પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ‘ભારત હુમલાનો જવાબ એ પ્રકારે આપશે કે વ્યાપક ક્ષેત્રીય સંઘર્ષ નહીં થાય. અમે પાકિસ્તાનને પણ અપીલ કરી કે પહલગામ હુમલાની તપાસમાં ભારતનો સહયોગ કરે જેથી આતંકવાદીઓને પકડી શકાય અને હુમલાના જવાબદારને સજા આપી શકાય.’


