રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચમાં એક અનોખી ઘટના બની હતી. મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આ મૅચમાં એકસરખા બૉલ રમીને એકસરખી બાઉન્ડરી અને એકસરખા સ્ટ્રાઇક-રેટથી એકસરખા રન બનાવ્યા હતા.
અવૉર્ડ સાથે અનોખું ફોટોશૂટ કર્યું હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે
રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચમાં એક અનોખી ઘટના બની હતી. મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આ મૅચમાં એકસરખા બૉલ રમીને એકસરખી બાઉન્ડરી અને એકસરખા સ્ટ્રાઇક-રેટથી એકસરખા રન બનાવ્યા હતા. ત્રીજા ક્રમે આવેલા સૂર્યાએ ૨૦૮.૭૦ના સ્ટ્રાઇક-રેટથી ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૩ બૉલમાં ૪૮ રન ફટકાર્યા હતા. ચોથા ક્રમે આવેલા હાર્દિક પંડ્યાએ ૨૦૮.૭૦ના સ્ટ્રાઇક-રેટથી છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૩ બૉલમાં ૪૮ રન કર્યા હતા. ટોટલ સાત બાઉન્ડરી ફટકારીને અણનમ રહેલા આ બન્ને પ્લેયર્સ સંયુક્ત રીતે સુપર સ્ટ્રાઇકર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યા હતા. IPLમાં ભાગ્યે જ આ પ્રકારની અનોખી ઘટના બની છે.
IPLમાં સળંગ અગિયાર મૅચમાં પચીસ પ્લસ રન ફટકારીને રૉબિન ઉથપ્પાનો અગિયાર વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો સૂર્યકુમાર યાદવે
મુંબઈ ઇન્ડિયન્સના મિડલ ઑર્ડર બૅટર સૂર્યકુમાર યાદવે રાજસ્થાન રૉયલ્સ સામે ૪૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને IPLનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. રૉબિન ઉથપ્પા કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૨૦૧૪માં સળંગ ૧૦ ઇનિંગ્સમાં પચીસ પ્લસ રનની ઇનિંગ્સ રમ્યો હતો. સૂર્યકુમારે આ સીઝનમાં મુંબઈ તરફથી રમતાં સતત ૧૧ ઇનિંગ્સમાં આ કમાલ કરીને રૉબિન ઉથપ્પાનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે ૪૭૫ રન ફટકારીને ઑરેન્જ કૅપની રેસમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું.


