આ કારણે ગ્લેમ ગર્લની ઈમેજ બદલવા ઈચ્છે છે એશા ગુપ્તા
અભિનેત્રી એશા ગુપ્તા
એશા ગુપ્તા તેની બોલીવુડ કરિયર કરતા તેના સિઝલિંગ ફોટોઝને કારણે વધુ ચર્ચામાં રહે છે. એશા સમયાંતરે ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. પરંતુ હવે એશા ગુપ્તા પોતાની આ જ ઈમેજથી છૂટકારો મેળવવા ઈચ્છી રહી છે. અક્ષયકુમાર સાથે રૂસ્તમ અને વિદ્યુત જામવાલ સાથે કમાન્ડો ટુમાં કામ કરી એશા ગુપ્તા હવે અલગ પ્રકારના રોલ કરવા ઈચ્છે છે. છેલ્લે એશા ગુપ્તા કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં દેખાઈ હતી. અશોક નંદાની અપકમિંગ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં દેખાશે. આ ફિલ્મ એક્શન ડ્રામા હસે.
કેટલાક સમય પહેલા જ એશા ગુપ્તાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. આ વાતથી એશા એટલી ત્રાસી ગઈ હતી કે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટનું કમેન્ટ સેક્શન જ કેટલીક પોસ્ટ માટે ડિસેબલ કરી દીધું હતું. આ મુદ્દે એશાનું કહેવું છે કે,'ટ્રોલર એવા લોકો છે, જેમની પાસે બીજું કરવા જેવું કોઈ કામ નથી. એટલે તેઓ ઓનલાઈન આવે છે અને સારું કામ કરતા સફળ લોકો વિશે ગમે તેમ બોલવાનું શરૂ કરુ છે. તેઓ સેલિબ્રિટીઝ સિવાયના લોકોને પણ ટ્રોલ કરે છે.'
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હે મા, માતાજી, દિશા વાકાણીને મળી ચેતવણી...
વધુમાં એશા ગુપ્તાનું કહેવુ છે કે કોઈના ઓપિનિયનથી મને કશ જ ફરક નથી પડતો. જો મને ફરક પડે તો તે મારો વાંક છે. હું માનુ છુ કે અમને જે તક મળી છે, અમે જ્યાં છીએ ત્યાંથી ફિલ્મોને પ્રમોટ કરવાની સાથે સાથે સાથે બીજું પણ કંઈક કરવાની તક મળે તો તે સારી વાત છે.'