કાયલી જેનરનો નહીં, હવે દુઆ લિપાનો ફૅન છે દિલજિત
દિલજિત
દિલજિત દોસાંજે જણાવ્યું હતું કે તે કાયલી જેનરનો ફૅન છે. જોકે હવે તેને દુઆ લિપા ગમવા લાગી છે. કાયલી એક અમેરિકન મૉડલ અને રિયલિટી સ્ટાર છે. દુઆ લિપા અમેરિકન સિંગર છે.
ADVERTISEMENT
દિલજિતને કાયલી એટલી પસંદ છે કે તે તેની દરેક પોસ્ટને લાઇક અને કમેન્ટ કરે છે અને એ જગજાહેર છે. આ વિશે પૂછતાં દિલજિતે કહ્યું હતું કે ‘કાયલી સારી છે. હું તેનો ફૅન છું. જોકે હવે હું દુઆ લિપાનો ફૅન છું.’
આ પણ વાંચો : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ
દુઆ લિપા સાથે કામ કરવાનો છે એ વિશે પૂછવામાં આવતાં દિલજિતે કહ્યું હતું કે ‘હું તેનાં પર કમેન્ટ કરું એનો એ અર્થ નથી કે મારે તેની સાથે કામ કરવું છે. હું તેમની સાથે કામ કરવા વિશે નથી વિચારતો. હું તો માત્ર તેમનો ફૅન છું.’