સલમાન ખાનનાં સાવકાં મમ્મી અને સલીમ ખાનનાં બીજાં પત્ની હેલને સાબિત કર્યું છે કે જો ફિટ રહેવાની ઇચ્છાશક્તિ હોય તો કોઈ પણ ઉંમરે ફિટનેસ જાળવી શકાય છે. તેમણે સાબિત કર્યું છે કે ઉંમર ખરેખર માત્ર એક આંકડો છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
સલમાન ખાનનાં સાવકાં મમ્મી અને સલીમ ખાનનાં બીજાં પત્ની હેલને સાબિત કર્યું છે કે જો ફિટ રહેવાની ઇચ્છાશક્તિ હોય તો કોઈ પણ ઉંમરે ફિટનેસ જાળવી શકાય છે. તેમણે સાબિત કર્યું છે કે ઉંમર ખરેખર માત્ર એક આંકડો છે. ૮૫ વર્ષની ઉંમરે હેલને એક નવા વિડિયોમાં બહુ સારી રીતે પિલાટેઝ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ વિડિયો હેલનને ટ્રેઇનિંગ આપી રહેલી ફિટનેસ-કોચ યાસ્મિન કરાચીવાલાએ શૅર કર્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને સોશ્યલ મીડિયા યુઝર્સમાં હેલનની પ્રશંસા થઈ રહી છે.
યાસ્મિન કરાચીવાલાએ ગુરુવારે સોશ્યલ મીડિયા પર હેલનની ટ્રેઇનિંગનો એક વિડિયો શૅર કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું હતું, ‘૮૫ વર્ષે હેલન એવી વસ્તુઓ કરી રહ્યાં છે જે મોટા ભાગના લોકો અજમાવવાનું પણ નહીં વિચારે. સીડી ચડવાથી લઈને ટ્રૅમ્પોલિન પર કૂદવું અને ‘મોનિકા, ઓહ માય ડાર્લિંગ’ પર ડાન્સ કરવો... તેમને અટકાવી શકાય એમ નથી. પિલાટેઝ તમને યુવાન રાખે છે એનો જીવંત પુરાવો.’


