મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં મોટો ટાઇમ-જમ્પ જોવા મળશે
‘3 ઇડિયટ્સ’ ૨૦૦૯ની બ્લૉકબસ્ટર હિટ હતી
આમિર ખાન, શર્મન જોશી અને આર. માધવનને ચમકાવતી ‘3 ઇડિયટ્સ’ ૨૦૦૯ની બ્લૉકબસ્ટર હિટ હતી. હવે ડિરેક્ટર રાજકુમાર હિરાણી આ કલ્ટ ક્લાસિક ફિલ્મની સીક્વલ બનાવવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ‘3 ઇડિયટ્સ’ની સીક્વલમાં મોટો ટાઇમ-જમ્પ જોવા મળશે એટલે કે ફિલ્મનાં પાત્રોની ઉંમર પહેલા ભાગ જેવી નહીં હોય. રિપોર્ટ મુજબ ફિલ્મમાં લગભગ ૧૦ વર્ષના અંતરને ધ્યાનમાં રાખીને એક મોટો ટ્વિસ્ટ ઉમેરવામાં આવશે. જોકે સીક્વલની વાર્તા પહેલા ભાગની ઘટનાઓ પહેલાંની હશે કે પછીની એ અંગે હજી સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.
‘3 ઇડિયટ્સ’ની સીક્વલમાં મૂળ મુખ્ય સ્ટારકાસ્ટ એટલે કે આમિર ખાન, આર. માધવન અને શર્મન જોશી જ જોવા મળશે. કેટલાક રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું નામ ‘4 ઇડિયટ્સ’ રાખવામાં આવી શકે છે જેમાં વિકી કૌશલ એક નવા ‘ઇડિયટ’ તરીકે જોડાઈ શકે છે. જોકે આ અંગે પણ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
