Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડાન્સ દીવાને’ના સેટ પર ૧૮ જણ પૉઝિટિવ

‘ડાન્સ દીવાને’ના સેટ પર ૧૮ જણ પૉઝિટિવ

31 March, 2021 03:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસ પહેલાં અઢાર જણ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. માધુરી અને અન્ય જજને કંઈ નથી થયું. સેટ વર્કર્સ, લાઇટમૅન, કૅમેરા અટેન્ડન્ટ્સ, અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને આર્ટ ડિરેક્ટર્સ પૉઝિટિવ આવ્યા છે.’

ડાન્સ દીવાને

ડાન્સ દીવાને


માધુરી દીક્ષિત નેને દ્વારા જજ કરવામાં આવી રહેલા ‘ડાન્સ દીવાને’ના સેટ પર ૧૮ યુનિટ મેમ્બર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે. આ શોની ત્રીજી સીઝન હાલમાં ચાલી રહી છે. મુંબઈમાં કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે અને હવે ફિલ્મ અને ટીવી-શોના સેટ પર પણ મેમ્બર્સ પૉઝિટિવ થઈ રહ્યા છે. કલર્સ ચૅનલના પ્રવક્તા દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ આપવામાં આવી છે. તેમને તરત મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે અને તેઓ હાલમાં ક્વૉરન્ટીન છે. તેઓ હાલમાં તેમની હેલ્થ માટે તમામ તકેદારી લઈ રહ્યા છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું હતું કે ‘શૂટિંગ શરૂ કરવા પહેલાં દર અઠવાડિયે તેમની કોવિડ-ટેસ્ટ કરવામાં આવે છે. જો કોઈ પૉઝિટિવ આવે તો તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવે છે અને તેમની જગ્યાએ બીજી વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. જો રિઝલ્ટ નેગેટિવ આવે તો જ શૂટિંગ શરૂ કરવામાં આવે છે. બે દિવસ પહેલાં અઢાર જણ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. માધુરી અને અન્ય જજને કંઈ નથી થયું. સેટ વર્કર્સ, લાઇટમૅન, કૅમેરા અટેન્ડન્ટ્સ, અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને આર્ટ ડિરેક્ટર્સ પૉઝિટિવ આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2021 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK