Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલ્ડ સીન્સ આપીને જાણીતી થયેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે ૧૭ વર્ષ પછી તોડ્યું મૌન

બૉલ્ડ સીન્સ આપીને જાણીતી થયેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે ૧૭ વર્ષ પછી તોડ્યું મૌન

26 May, 2021 05:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ ‘મર્ડર’ના બૉલ્ડ સીન માટે અભિનેત્રીએ કર્યો ખુલાસો

મલ્લિકા શેરાવતની ફાઈલ તસવીર

મલ્લિકા શેરાવતની ફાઈલ તસવીર


અભિનેત્રી મલ્લિકા શેરવાત (Mallika Sherawat)ની ગણતરી બૉલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. અનેક ફિલ્મોમાં બૉલ્ડ સીન આપવા માટે અભિનેત્રી જાણીતી છે. ડેબ્યૂ ફિલ્મ ‘મર્ડર’માં પણ અભિનેત્રીએ બૉલ્ડ સીન્સ આપ્યા હતા. જેને કારણે તે લાંબા સમય સુધી ચર્ચામાં હતી. ફિલ્મના ૧૭ વર્ષ બાદ અભિનેત્રીએ મૌન તોડ્યું છે. મલ્લિકા શેરાવતનું કહેવું છે કે, બૉલ્ડ સીન્સને કારણે લોકો મને ચાલુ સમજી બેઠા હતા અને નૈતિક રીતે મારી હત્યા કરી હતી.

વર્ષ ૨૦૦૪માં આવેલી ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરવાત સ્ટાટર ફિલ્મ ‘મર્ડર’ને ૧૭ વર્ષ થયા છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે અભિનેત્રીએ અનેક બૉલ્ડ સીન્સ ભજવ્યા હતા. આ વિષે મલ્લિકા શેરાવતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘મારી ફિલ્મ મર્ડરમાં મારા બૉલ્ડ સીન્સને જોઈને લોકોએ મને ચાલુ સ્ત્રી સમજી લીધી હતી. નૈતિક રીતે મારી હત્યા કરવામાં આવી હતી. જે બૉલ્ડ સીન્સ મેં તે સમયે ભજવ્યા હતા તે આજના સમયમાં ભજવવા બહુ સામાન્ય છે. લોકોનો અભિગમ બદલાયો છે. સિનેમા પણ બદલાયું છે’.



ફિલ્મોના પાત્ર વિશે અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘આજે જ્યારે હું મેં ભજવેલા પાત્રો વીશે વિચારું ત્યારે મને થાય છે કે ૫૦-૬૦ના દશકની ફિલ્મોને કોઈ ન હરાવી શકે. તે સમયે મહિલાઓ માટે અનેક અદ્ભુત ભૂમિકાઓ હતી. પરંતુ અમારી ફિલ્મોમાં એ અદ્ભુતતા અને સુંદરતાનો અભાવ છે. જે ભૂમિકાનો કોઈ અર્થ હોય તેવી ભૂમિકા ભજવવા માટે મેં વર્ષો સુધી રાહ જોઈ હતી’.


તમને જણાવી દઈએ કે, મલ્લિકા શેરાવતે વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ખ્વાહિશ દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મમાં જ તેણે બોલ્ડ સીન્સ આપ્યા હતા. ત્યારબાદ ઈમરાન હાશ્મી સાથે તેણે મર્ડર ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપ્યા અને પછી તો બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં તેની ગણતરી થવા લાગી.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2021 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK