Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પૅરિસમાં ૧૪૭ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો: ભીષણ હીટવેવને કારણે અડધાથી વધુ ફ્રાન્સમાં રેડ અલર્ટ

પૅરિસમાં ૧૪૭ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો: ભીષણ હીટવેવને કારણે અડધાથી વધુ ફ્રાન્સમાં રેડ અલર્ટ

Published : 27 June, 2026 09:33 AM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપમાનનો પારો ૪૪.૩ ડિગ્રીએ પહોંચતાં હાહાકાર : હીટ ડોમને કારણે સર્જાયેલી આફતથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટું સંકટ

દુર્લભ ગણાતા AC માટે પડાપડી

દુર્લભ ગણાતા AC માટે પડાપડી


યુરોપમાં હીટવેવ કેમ બની જીવલેણ?

યુરોપના ફ્રાન્સ, ઇટલી અને સ્પેન જેવા દેશો હાલમાં અભૂતપૂર્વ હીટવેવનો સામનો કરી રહ્યા છે. અહીંનું પરંપરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનશૈલી જૂની ક્લાઇમેટ (ઠંડા અથવા તો સામાન્ય) મુજબ ડિઝાઇન થયેલાં હોવાથી લાખો લોકો આ ઝડપથી બદલાતી ઋતુ સામે સંઘર્ષ કરી રહ્યા છે. પૅરિસ જેવાં મોટાં શહેરોનાં જૂનાં ઘરોમાં ઍર-કન્ડિશનર (AC)ની સુવિધા જ નથી જેને કારણે ગરમી વધુ આકરી લાગી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને કનૅલો તરફ દોડી રહ્યા છે જ્યાં દેખરેખના અભાવે ડૂબી જવાથી થતાં મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.



દુર્લભ ગણાતા AC માટે પડાપડી


ગરમીથી બચવા માટે ગ્રાહકો સ્ટોરની અંદર પંખા અને AC ખરીદવા માટે પડાપડી કરતા અને એકબીજા સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે હીટવેવની તીવ્રતા વધવાની સાથે લોકોમાં કટોકટી અને અજંપાની સ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 09:33 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK