ઇન્ડો-કૅનેડિયન રૅપર એ. પી. ઢિલ્લન સાથે પોતાના રિલેશનને બનિતા સંધુએ કન્ફર્મ કર્યાં હોય એવું લાગી રહ્યું છે.
એ. પી. ઢિલ્લન અને બનિતા સંધુ
ઇન્ડો-કૅનેડિયન રૅપર એ. પી. ઢિલ્લન સાથે પોતાના રિલેશનને બનિતા સંધુએ કન્ફર્મ કર્યાં હોય એવું લાગી રહ્યું છે. આ બન્ને સતત એકસાથે અનેક વખત દેખાયાં છે. જોકે તેમણે કદી પણ પોતાના રિલેશન વિશે જાહેરમાં એકરાર નથી કર્યો. હાલમાં જ એ. પી. ઢિલ્લનની ડૉક્યુ-સિરીઝ ‘એ. પી. ઢિલ્લન : ફર્સ્ટ ઑફ અ કાઇન્ડ’ને જોવા માટે બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝ સાથે તે પણ પહોંચી હતી. હવે બનિતાએ તેની સાથેનો રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે રેડ ગાઉન પહેર્યું છે. તે એ. પી. ઢિલ્લન પર ઢળી રહી છે. તો સાથે જ અન્ય એક ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર બનિતાએ શૅર કર્યો છે, એમાં એ. પી. ઢિલ્લન બનિતાના ગાઉનની ઝિપ બંધ કરતો દેખાય છે. એથી એવું લાગી રહ્યું છે કે બન્નેએ પોતાના રિલેશન પર મહોર લગાવી દીધી છે.


