‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતું ‘જય જવાન ગોવિંદા પથક’ ૧૦ થરના હ્યુમન ટાવરનો ગોલ સફળતા સાથે પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.
૨૦૧૨માં સ્પેનનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને ‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો રેકૉર્ડ બનાવ્યો એ સમયની તસવીર અને ગોવિંદા પ્રો લીગની બીજી સીઝનમાં ૧૬ ટીમમાંથી પ્રથમ ક્રમાંકે આવેલા આ પથકને મળ્યું હતું ૨૫ લાખનું ઇનામ.
‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતું ‘જય જવાન ગોવિંદા પથક’ ૧૦ થરના હ્યુમન ટાવરનો ગોલ સફળતા સાથે પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૯ લેયર અને ૪૩ ફુટની હાઇટ સાથે ૩૦થી વધુ વાર મટકી ફોડી ચૂકેલા આ ગ્રુપે મુંબઈના ગોવિંદા-કલ્ચરને નવી પાંખ આપવાનું કામ કર્યું છે. પરંપરાગત દહીહંડીને ઑર્ગેનાઇઝ્ડ સ્પોર્ટ્સનું સ્વરૂપ આપવા મથી રહેલા અને આ વર્ષે પચીસમી વર્ષગાંઠ મનાવી રહેલા આ ગ્રુપની ખાસિયત અને કાર્યપ્રણાલી શું છે, ૫૦૦થી વધુ ઍક્ટિવ ગોવિંદાઓ ધરાવતા ગ્રુપની તૈયારી ક્યારથી શરૂ થાય છે અને કેવા-કેવા લોકો એના સભ્યો છે જેવા પ્રશ્નોના ‘મિડ-ડે’એ મેળવેલા ફર્સ્ટ હૅન્ડ જવાબ પ્રસ્તુત છે અહીં...




