તબીબીવિજ્ઞાનનાં અઢળક પુસ્તકો વાંચ્યાં પછી પણ ‘Pain-body’ જેવી એક પણ ટર્મ મારા ધ્યાનમાં આવી નહોતી. મેડિકલ સાયન્સમાં આજની તારીખે પણ ‘Pain-body’ જેવો શબ્દ નથી.
પ્રતીકાત્મક તસવીર
તબીબીવિજ્ઞાનનાં અઢળક પુસ્તકો વાંચ્યાં પછી પણ ‘Pain-body’ જેવી એક પણ ટર્મ મારા ધ્યાનમાં આવી નહોતી. મેડિકલ સાયન્સમાં આજની તારીખે પણ ‘Pain-body’ જેવો શબ્દ નથી. હા, Body-pain હોઈ શકે પણ Pain-body નહીં. તો આવો એલિયન શબ્દ આવ્યો ક્યાંથી? આ શબ્દ આવ્યો છે વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર એકહાર્ટ ટોલ પાસેથી. તેમણે સૌપ્રથમ વાર પુસ્તક ‘ધ પાવર ઑફ નાઓ’માં આ શબ્દ અને ઘટના સમજાવ્યાં અને આજે આ ‘Pain-body’ વિશ્વભરમાં ચર્ચા, રસ અને અભ્યાસનો વિષય બની ગઈ છે. આ એક એવી ઘટના છે જે જાણ્યે-અજાણ્યે આપણા દરેક સાથે સંકળાયેલી છે.



