આપણે ઍમેઝૉન, ડી-માર્ટ જેવી વેબસાઇટ પર વસ્તુઓ ખરીદવા માટે ઑનલાઇન જોઈએ ત્યારે આપણે માલની ક્વૉલિટી કરતાં એના રેટિંગ, સ્ટાર અને રિવ્યુ પર વધુ ફોકસ કરીએ છીએ.
પ્રતીકાત્મક તસવીર
ધ્વનિ ગડા
૧૬ વર્ષ
અંબરનાથ
માણસ જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે સૌથી પહેલાં એમ વિચારે છે કે મારા ખિસ્સામાં ફોન છે કે નહીં? કોઈ પણ વસ્તુ નહીં હોય તો ચાલશે, પણ મોબાઇલ હોવો જરૂરી છે. આનું મુખ્ય કારણ છે સોશ્યલ મીડિયાનું પ્લૅટફૉર્મ જેમ કે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ કે પછી વૉટ્સઍપ જેવાં માધ્યમો સાથે જીવનનો હિસ્સો બની ગયા છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાને ‘સોશ્યલ સર્વિસિસ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. સોશ્યલ મીડિયા એ એવું પ્લૅટફૉર્મ છે, જ્યાં વધુ લોકો એકબીજા સાથે જોડાય છે. માર્કેટિંગમાં કોઈ પણ વસ્તુને, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ સર્વિસિસને પ્રમોટ કરવા અથવા વધારેમાં વધારે લોકોને પહોંચાડવાનો આ એનો ધ્યેય હોય છે.
આજે લોકો કોઈ પણ વસ્તુ ખરીદવા, હોટેલમાં જવા, ફરવાલાયક સ્થળ પર જવા, ડૉક્ટર વિશે વધુ જાણકારી મેળવવા માટે રિવ્યુ અને સ્ટાર જોવામાં વધુ ઇન્ટરેસ્ટ દેખાડે છે.આપણે ઍમેઝૉન, ડી-માર્ટ જેવી વેબસાઇટ પર વસ્તુઓ ખરીદવા માટે ઑનલાઇન જોઈએ ત્યારે આપણે માલની ક્વૉલિટી કરતાં એના રેટિંગ, સ્ટાર અને રિવ્યુ પર વધુ ફોકસ કરીએ છીએ. આપણને કોઈ જગ્યા પર ફરવા જવાની ઇચ્છા હોય તો આપણે સોશ્યલ મીડિયા પર ટાઇપ કરી ફરવાનાં વિવિધ સ્થળો વાંચીએ છીએ. કોઈ પણ ડૉક્ટર પાસે જવા માટે પણ આપણે તેના રૅન્કિંગ અને રિવ્યુ વાંચતા હોઈએ છીએ. અહીં સુધી કે થિયેટરમાં મૂવી જોવા જવામાં પણ આપણે ફિલ્મનો રિવ્યુ જોતા હોઈએ છીએ. બીજાએ કેટલું રેટિંગ અને કેટલા સ્ટાર આપ્યા છે, એને આપણે વધુ મહત્ત્વ આપીએ છીએ. આપણે આ રિવ્યુના આધાર પર ખરીદી તો કરતા હોઈએ છીએ, ત્યાર બાદ વસ્તુની ક્વૉલિટી સારી આવતી નથી એટલે પસ્તાવાનો વારો આવે છે. આપણે જ્યારે ફરવાલાયક સ્થળ વિશે માહિતી સોશ્યલ મીડિયા પરથી મેળવતા હોઈએ ત્યારે એમાં ઘણા ફેક રિવ્યુ પણ લખવામાં આવે છે. આ ફેક રિવ્યુ સાથે પેડ રિવ્યુ પણ સોશ્યલ મીડિયા પર આવતા જોવા મળે છે, જે પૈસા આપીને બનાવેલા હોય છે.
આ ફેક રિવ્યુ સાથે પેડ રિવ્યુ પણ સોશ્યલ મીડિયા પર આવતા જોવા મળે છે. વધુ વસ્તુ વેચાય, વધુ લોકો ફરવાલાયક સ્થળ પર જાય, મોટી હોટેલોમાં જાય અને આ સાથે ડૉક્ટરને પેમેન્ટ મળે. આવી રીતે ફેક રિવ્યુ નહોતો જાણે ટ્રેન્ડ બની ગયો છે. આનાથી આપણે ચેતવાની ખૂબ જ જરૂર છે. સરકારે વિવિધ જગ્યાએ આવતા રિવ્યુ પર બૅન લગાડવાની જરૂર છે, જેથી કરીને લોકો છેતરાય નહીં. માટે કોઈ પણ વસ્તુની ખરીદી હોય, હોટેલ કે ફરવાલાયક સ્થળ હોય કે ડૉક્ટર પાસે જવાનું હોય આપણે જાતે જઈને અનુભવ લેવો જોઈએ, નહીં કે રેટિંગ રિવ્યુ અને સ્ટાર પર ભરોસો કરવો જોઈએ.
શબ્દાંકન : ભાવિની લોડાયા


