આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હજાર પગવાળો એવો ઑક્ટોપસ છે જે ક્યારે અને ક્યાંથી ભરડામાં લેશે અને ક્યાં ડંખશે એ તદ્દન અનપ્રીડિક્ટેબલ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભૂતકાળની એક આખી પેઢીને હિસ્ટરી ક્રીએટ કરવામાં રસ હતો. વર્તમાનની પેઢી હિસ્ટરી ડિલીટ કરવામાં બહુ ઝડપી છે, કારણ કે બાપુજીના ખર્ચે મળેલું લૅપટૉપ, આઇપૅડ કે મોબાઇલમાં પોતાનો ડાહ્યો ગગો કે ડમરી ગગી શું સર્ચે છે એ જો બાપુજી જાણી જાય તો આવી બને. પૉકેટમનીનું પોસ્ટમૉર્ટમ તો કોણ ઇચ્છે?



