એક સૉફ્ટવેર એન્જિનિયરે જણાવ્યું હતું કે ‘મારો વાર્ષિક પગાર ૭.૫ ટકા વધ્યો છે, પણ ભાડાની રકમમાં ૧૦ ટકાનો વધારો થયો હોવાથી ખર્ચા મૅનેજ કરવા મુશ્કેલ છે
પ્રતીકાત્મક તસવીર
ભારતના સિલિકૉન વૅલી મનાતા બૅન્ગલોરમાં એક મકાનમાલિકે તેના ફોર બેડરૂમ, હૉલ, કિચન (4BHK)ના ફ્લૅટને ભાડે આપવા માટે ૨૩ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ માગી હોવાની એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આના પગલે લોકો કહી રહ્યા છે કે બૅન્ગલોરના લોકો દુનિયામાં સૌથી લાલચી બની ગયા છે. ઘણા લોકોએ કહ્યું હતું કે આટલી રકમ માગવી એ ક્રેઝી અને અન્યાયી છે. ભારતનાં ઘણાં શહેરોમાં તો ૨૩ લાખ રૂપિયામાં ઘર ખરીદી શકાય છે. બૅન્ગલોરમાં ભાડે રહેતા મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના પગારની અડધાથી વધુ રકમ ભાડા પર ખર્ચ કરે છે. એક સૉફ્ટવેર એન્જિનિયરે જણાવ્યું હતું કે ‘મારો વાર્ષિક પગાર ૭.૫ ટકા વધ્યો છે, પણ ભાડાની રકમમાં ૧૦ ટકાનો વધારો થયો હોવાથી ખર્ચા મૅનેજ કરવા મુશ્કેલ છે. જો આમ જ ચાલુ રહેશે તો કોઈ દિવસ મારું ભાડું મારા પગાર કરતાં વધુ થશે.’


