° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


વિચાર આવવો જરૂરી છે, પ્રોડક્ટ તો પછી બની શકે છે

27 October, 2021 12:54 PM IST | Mumbai | Rashmin Shah

એક સમયના ‘ટાઇમ’ મૅગેઝિનના એડિટર વૉલ્ટર આઇઝેક્શને ૧૦૦થી વધુ પર્સનલ મીટિંગ કરીને તૈયાર કરેલી ‘સ્ટીવ જૉબ્સ’ની બાયોગ્રાફીમાં સ્ટીવ જૉબ્સે પોતે આ વાત કહી છે જે જીવનભર તેણે ફૉલો પણ કરી છે

વિચાર આવવો જરૂરી છે, પ્રોડક્ટ તો પછી બની શકે છે

વિચાર આવવો જરૂરી છે, પ્રોડક્ટ તો પછી બની શકે છે

સ્ટીવ જૉબ્સ. નામ પડતાં ઍપલ યાદ આવે અને ઍપલનો લોગો જુઓ તો તરત પેપર-સૉલ્ટ પૅટર્નથી પથરાયેલી બિયર્ડવાળા સ્ટીવ જૉબ્સ યાદ આવે. સ્ટીવ જૉબ્સની આ જ નામની બાયોગ્રાફી રિલીઝ થઈ ૨૦૧૧ની ૨૪ ઑક્ટોબરે અને આ બાયોગ્રાફી રિલીઝ થવાના ઓગણીસ દિવસ પહેલાં સ્ટીવ જૉબ્સનું પપ વર્ષની ઉંમરે અવસાન થયું. અફકોર્સ એ પહેલાં તેમણે એ વાંચી હતી, પણ તેમની બાયોગ્રાફીને ઍપલની પ્રોડક્ટ જેટલો જ મળેલો રિસ્પૉન્સ તેઓ જોઈ શક્યા નહીં. ‘સ્ટીવ જૉબ્સ’ માટે મહિનાઓ સુધી જૉબ્સ સાથે પર્સનલી મીટિંગો કરનારા રાઇટર વૉલ્ટર આઇઝેક્શને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ફ્લૉપ જવું સ્ટીવને જરા પણ ગમતું નહોતું અને એ તેમની બાયોગ્રાફીમાં પણ સતત દેખાય છે.’
એકધારા એક દશક સુધી અસાધ્ય એવા કૅન્સર સામે લડત આપનારા સ્ટીવ જૉબ્સની બાયોગ્રાફી દુનિયાની ૪પ લૅન્ગ્વેજમાં ઑ​ફિશ્યલ પબ્લિશ થઈ અને લગભગ એટલી જ ભાષામાં અનઑફિશ્યલ પબ્લિશ કરવામાં આવી. જોકે ખરેખર તો એ પણ વસૂલ કહેવાય, કારણ કે ઑન્ટ્રપ્રનર એવા સ્ટીવ જૉબ્સના જીવન પરથી લોકોએ એવી-એવી પ્રેરણા લઈને ઊભા થવાથી માંડીને નવેસરથી વેગ પકડવાનું કામ કર્યું જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી. વૉલ્ટર કહે છે, ‘બુકને એક દશક થઈ ગયો છે, પણ આજેય દિવસમાં બે-ચાર ઈ-મેઇલ આવે જ આવે કે આ બુકથી તેમણે નવી શરૂઆત કેવી રીતે કરી.’
પોતાની બાયોગ્રાફી માટે સ્ટીવ જૉબ્સે સામેથી વૉલ્ટરનો કૉન્ટૅક્ટ કર્યો એ સમયે વૉલ્ટર અમેરિકાના નંબર વન ‘ટાઇમ’ મૅગેઝિનના એડિટર હતા અને રાઇટર તરીકે પણ અનેક બુક લખી ચૂક્યા હતા. સ્ટીવ તેમને વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુ માટે મળ્યા હતા, જેમાં વૉલ્ટરે એવા-એવા સવાલો સ્ટીવને કર્યા હતા કે વૉલ્ટર પર્મનટ તેમના મનમાં રહી ગયો. બુક લખતાં પહેલાં વૉલ્ટરે સ્ટીવ પાસે અમુક શરતો મૂકી, જે શરતો પૈકીની એક શરત એ હતી કે બધી મીટિંગો પછી પણ તેને લખવાની મજા નહીં આવે તો તે આ બુક નહીં લખે. સ્ટીવ જૉબ્સે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે તેમને વાંધો નથી. જોકે એ પછીનું પહેલું વાક્ય સ્ટીવના મોઢામાંથી જે નીકળ્યું એ સાંભળીને આઇઝેક્શને નક્કી કરી લીધું કે તે આ બુક લખશે.
શું હતું પહેલું વાક્ય? | મને કૅન્સર છે, હું બહુ ઝડપથી મરવાનો છું.
પહેલી મીટિંગનું આ પહેલું વાક્ય સ્ટીવ જૉબ્સના મોઢે સાંભળીને વૉલ્ટર આઇઝેક્શન નૅચરલી સ્તબ્ધ રહી ગયા. અઢળક અફવાઓ સ્ટીવને લઈને ચાલતી હતી, પણ એ અફવાઓનો ઍપલ ઇનકૉપોર્રેશને હંમેશાં રદિયો આપ્યો હતો અને હવે તે પહેલી વાર આ વાત ઑફિશ્યલી સાંભળી રહ્યા હતા. જોકે એ વાત તેણે ન્યુઝ તરીકે ક્યાંય લેવાની નહોતી. સ્ટીવ જૉબ્સની બાયોગ્રાફીના રાઇટર તરીકે અત્યારે જે વાતો થાય એ બધી વાતો બુકમાં જ બહાર આવવાની હતી. આઇઝેક્શને કહ્યું હતું, ‘મારા માટે એ શૉકિંગ હતું, કારણ કે તેમણે બૉડી રીડ્યુસ કર્યું હોય એવું દેખાતું હતું, પણ એ સિવાય ક્યાંય કૅન્સર જેવું લાગતું નહોતું અને સાચું કહું તો સ્ટીવ આવું ખોટું બોલી શકે એવો વિચાર પણ થોડી વાર પછી મારા મનમાં આવી ગયો હતો. સ્ટીવ પોતાની પ્રોડક્ટ માટે કંઈ પણ હદે જઈ શકે એ મારો જર્નલિઝમ ફીલ્ડનો એક્સ્પીરિયન્સ હતો, પણ એ વિચાર પણ મનમાંથી ત્યારે નીકળી ગયો જ્યારે તેમણે સામેથી મને પોતાના મેડિકલ પેપર્સ દેખાડ્યાં. વાત સાચી હતી અને મને શૉક આપનારી હતી.’
સ્ટીવ જૉબ્સની લાઇફ ઉતાર-ચડાવ સિવાય કશું નથી. સાઇકોલૉજિકલી પુરવાર થયું છે કે ડિસ્ટર્બ ચાઇલ્ડહુડ ધરાવતાં કે પછી ઍબ્નૉર્મલ ચાઇલ્ડહુડ ધરાવતાં બાળકો મોટા ભાગે અનપ્રિડિક્ટેબલ બનતાં હોય છે. સ્ટીવ જૉબ્સની લાઇફમાં પણ એવું જ બન્યું હતું અને એટલે જ તેઓ મનમાં સતત ઉત્પાત સાથે જીવતા.
સ્ટીવ જૉબ્સની લાઇફ પરથી અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મ બની છે, પણ એ અલગ-અલગ ઘટનાઓ પર આધારિત છે. આખી લાઇફ પરથી હવે યુનિર્વસલ પિક્ચર્સ ફિલ્મ બનાવશે, જે વૉલ્ટર આઇઝેક્શનની બુક પર આધારિત હશે. ૨૦૧પમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટીવ જૉબ્સ’ આ બુકની એક ઘટના પર આધારિત છે.
૧૦૦થી વધુ પર્સનલ મીટિંગ  | વૉલ્ટર આઇઝેક્શન અને સ્ટીવ જૉબ્સની ૧૦૦થી વધારે મીટિંગો થઈ અને એ મીટિંગો પણ આઠ-આઠ, દસ-દસ કલાક ચાલતી. પહેલાંના સ્ટીવ અને હવેના કૅન્સરગ્રસ્ત સ્ટીવ વચ્ચે આવેલો તફાવત સ્પષ્ટ દેખાતો હતો. સ્ટીવ કોઈ વાત છુપાવવા નહોતા માગતા અને કોઈ વાતને ગ્લૉરિફાય કરવાની કોશિશ પણ તેમણે આ બુક દરમ્યાન કરી નહોતી. અનેક બાબતો એવી હતી જેના ખુલાસાઓ માટે મીડિયા તેમની પાછળ પડેલી રહેતી, પણ એ સમયે તેમણે કોઈ સ્પષ્ટતા નહોતી કરી અને હવે તેઓ બધી ચોખવટ કરતા હતા. વૉલ્ટરને નવાઈ લાગી. તેણે આ વિશે પૂછ્યું ત્યારે સ્ટીવે કહ્યું કે ‘હું આવો જ છું. મારા માટે હું અને મારી પ્રાયોરિટી ઇમ્પોર્ટન્ટ છે. હું એને ફોકસમાં રાખીને ચાલુ છું.’
‘તો પછી હવે આ બધી સ્પષ્ટતાઓ શું કામ?’  | ‘હવે મારી પ્રાયોરિટી આ છે...’ સ્ટીવ જૉબ્સે જવાબ આપ્યો હતો અને પોતાનું ચિરપરિચિત સ્માઇલ કર્યું જે વૉલ્ટર આઇઝેક્શનની આંખોમાં કાયમ માટે સ્ટોર થઈ ગયું. વૉલ્ટર કહે છે, ‘સ્ટીવ માટે મારી જે કોઈ માન્યતાઓ હતી એ માન્યતાઓ આ મીટિંગ દરમ્યાન ભૂંસાઈ ગઈ, પહેલી વાર મને તે કોકોનટની અંદરના સૉફ્ટ ભાગનો અનુભવ આપતો હતો.’

સ્ટોરી શૉર્ટકટ

આઇફોન, આઇપૅડ, આઇપૉડ જેવી આજે પણ મૉડર્ન ટેક્નૉલૉજીમાં ટોચ પર ગણાતી ઍપલના કો-ફાઉન્ડર અને ચૅરમૅન એવા સ્ટીવ જૉબ્સની લાઇફ પર આધારિત ‘સ્ટીવ જૉબ્સ’ તેમના જીવનનાં તમામ પાસાંઓને ઉજાગર કરે છે. ૧૯પપની ૨૪ ફેબ્રુઆરીએ જન્મેલા અને કૅન્સરના કારણે માત્ર પપ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા સ્ટીવનાં બાયોલૉજિકલ માબાપ અબ્દુલ ફતેહ અને જૉન કૅરોલ હતાં, પણ તેમણે મૅરેજ નહોતાં કર્યાં એટલે બાળક પૉલ જૉબ્સ અને ક્લારા જૉબ્સને દત્તક આપી દીધું. પોતે દત્તક છે એ સ્ટીવને ખબર હતી, પણ ૨૭ વર્ષની ઉંમરે તેને રિયલ ફાધર-મધરની ખબર પડી હતી. એ સમયે તેને એ પણ ખબર પડી હતી કે મૅરેજ વિના પોતાને જન્મ આપી દેનારા અબ્દુલ અને જૉને જ પછી મૅરેજ કર્યાં હતાં. સ્ટીવના પાલક પિતાએ તેને ઇલેક્ટ્રૉનિક્સ આઇટમની તોડફોડ કરવાનું શીખવ્યું હતું, જે સ્ટીવની હૉબી બની. સ્ટીવ એટલો ઇન્ટેલિજન્ટ હતો કે તેને સ્કૂલમાંથી સીધો હાઈ સ્કૂલમાં મોકલવા સ્કૂલ-મૅનેજમેન્ટ તૈયાર હતું, પણ પેરન્ટ્સે ના પાડી એટલે તે ધીમે-ધીમે બધાની સાથે ભણ્યો. કૉલેજમાં તેને કંટાળો આવતાં સ્ટીવે છ મહિનામાં કૉલેજ છોડી દીધી અને પછી અઢાર મહિના તેણે અલગ-અલગ ક્રીએટિવ ક્લાસ કર્યા. ‘સ્ટીવ જૉબ્સ’માં સ્ટીવ જૉબ્સની પ્રોફેશનલ કરીઅર વિશે તો બધું જ છે; પણ એમાં સ્ટીવ જૉબ્સના તેની ગર્લફ્રેન્ડથી લઈને રિયલ સિટસ્ટર અને ઓરમાન સિસ્ટર સાથેના સંબંધો, પોતાનાં બાળકો સાથેના સંબંધો, પોતાની વિચારધારા અને એની સાથે-સાથે બગડી ગયેલી વાતને સુધારી લેવા માટે કરવામાં આવતા અદ્ભુત પ્રયાસોની વાતો પણ સરસ રીતે કરવામાં આવી છે.

27 October, 2021 12:54 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

માંગ ભરો સજની

લગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો

29 November, 2021 04:54 IST | Mumbai | Varsha Chitaliya

ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો

રિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું.

29 November, 2021 11:25 IST | Mumbai | Manoj Joshi

માઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે

‘રાધાક્રિષ્ન’, ‘હીરો - ગાયબ મોડ ઑન’થી લઈને અત્યારે એન્ડ ટીવીની સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળતો ક્રિપ સૂરિ વર્કઆઉટ ઉપરાંત દરરોજ પચ્ચીસ કિલોમીટરનું સાઇક્લિંગ કરે છે. ક્રિપ માને છે કે જો માઇન્ડ તમારા કન્ટ્રોલમાં હોય તો તમને ક્યારેય થાક સુધ્ધાં ન લાગે

29 November, 2021 09:19 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK