ઋતુરાજ અને મોહિની અમદાવાદની એક વૈભવી હોટેલના રૂમમાં અર્ધનગ્ન હાલતમાં પલંગમાં પડ્યાં હતાં. ઋતુરાજ રજાઈ ફેંકીને ઊભો થયો. તેણે બાજુમાં પડેલાં ચશ્માં ઉઠાવીને પહેર્યાં. એક પણ શબ્દ બોલ્યા વગર તેણે પૅન્ટ પહેરવા માંડ્યું.
ઇલસ્ટ્રેશન
‘એ છોકરી નહીં માને.’ આ કહેતાં-કહેતાં મોહિની ધ્રૂજી રહી હતી, ‘બધું બરબાદ થઈ જશે. પદ્મનાભને જેલમાં જવું પડશે. એ પછી ચૌધરી રેસિડેન્સમાં મારે માટે જગ્યા નહીં રહે. હું રસ્તા પર આવી જઈશ, બરબાદ થઈ જઈશ... કોણ જાણે કયા કાળમાં એ છોકરી આ ઘરમાં પાછી આવી છે, જ્યારથી આવી છે ત્યારથી સમસ્યાઓ પર સમસ્યાઓ ઊભી કરે છે. મન તો થાય છે કે તેને મારી નાખું... પણ...’ મોહિની લગભગ ચીસો પાડી રહી હતી, ‘તેને જોઉં છું ને મારું લોહી ઊકળી ઊઠે છે. એ જ વખતે એનો પણ નિકાલ કરી નાખ્યો હોત તો આ બધાં લફરાં ઊભાં જ ન થાત.’ તેણે દાંત કચકચાવ્યા, ‘સાલી, હરામખોર, જિદ્દી...’


