Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગૂગલ જમવાની ના પાડે છે : જરા વિચારો, આવું માણસના મનમાં ક્યારે આવે, શું કામ આવે?

ગૂગલ જમવાની ના પાડે છે : જરા વિચારો, આવું માણસના મનમાં ક્યારે આવે, શું કામ આવે?

13 March, 2024 12:42 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

નાનાં શહેરોમાં તો હજી પણ મોબાઇલનો વપરાશ પ્રમાણમાં ઓછો છે, પણ મોટાં શહેરોની વાત કરીએ તો એમાં મોબાઇલનો અતિરેક ચરમસીમાએ પહોંચી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ કયા હે ?

પ્રતીકાત્મક તસવીર


વાત તો રવિવારની છે એટલે એ રીતે બે દિવસ પહેલાંની કહેવાય અને એમ છતાં ચર્ચા આપણા વિષયને લગતી હોવાથી એની વાત અત્યારે કરવી છે. સુરતમાં એક છોકરીએ સુસાઇડ કર્યું, જેની પાછળ તેણે જેકોઈ કારણો આપ્યાં એ કારણો પૈકીનું એક કારણ આ પણ હતું, ‘ગૂગલ જમવાની ના પાડે છે.’

સોશ્યલ મીડિયાનો, ઇન્ટરનેટનો આ અતિરેક બોલે છે. અરે, ઇન્ટરનેટના અતિરેકને કારણે આજે એવી પરિસ્થિતિ છે કે જનરલ નૉલેજની પણ બોલબાલા ઝીરો થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું નામ શું છે એ આજની જનરેશનને પૂછવામાં આવે છે ત્યારે તેને નામ ન આવડતું હોય કે પછી ખબર ન હોય તો હવે અફસોસ વ્યક્ત નથી કરતા, સામે કહી દે છે કે એમાં શું મોટી વાત છે. ગૂગલ કરીશું તો અડધી સેકન્ડમાં ખબર પડી જશે. આ જે તબક્કો ચાલે છે એ જ સૂચવે છે કે હવે લોકો મોબાઇલ આધારિત થવા માંડ્યા છે. મોબાઇલ આધારિત થવામાં ક્યાંક ને ક્યાંક લાભ પણ થયા છે. અગાઉ એક વખત કહ્યું હતું કે દેશમાં ન્યુઝ-ચૅનલ વધી તો એના ફાયદા પણ થયા અને ગેરલાભ પણ થયા. આપણે ફાયદા લઈએ અને લેવા જ જોઈએ, કારણ કે આપણે સામાજિક બુદ્ધિજીવી છીએ, આપણને એ હક છે, પણ ગેરલાભ પણ ગજવે ભરતા જઈએ તો આપણાથી મોટું કોઈ મૂર્ખ ન કહેવાય. અફસોસ, અત્યારે આપણે મૂર્ખ જ પુરવાર થઈ રહ્યા છીએ.



નાનાં શહેરોમાં તો હજી પણ મોબાઇલનો વપરાશ પ્રમાણમાં ઓછો છે, પણ મોટાં શહેરોની વાત કરીએ તો એમાં મોબાઇલનો અતિરેક ચરમસીમાએ પહોંચી ગયો છે. મુંબઈની લોકલ ટ્રેનમાં એક વાર નજર કરશો તો તમને દેખાશે કે એક સમયે જે રીતે બધા સાથે મળીને ટ્રાવેલ કરતા હતા એવો સમય હવે નથી રહ્યો. હવે બધા એકલવાયા ટ્રાવેલ કરે છે અને તેમની પાસે કંપની તરીકે મોબાઇલ અને મોબાઇલમાં બે-ચાર ઓટીટીનાં સબસ્ક્રિપ્શન્સ છે. મોબાઇલ ટીવી નથી, પણ એને ટીવી બનાવી શકાય એ વાત અત્યારે સેલ થઈ રહી છે અને ધૂમ વેચાય છે. સ્ક્રીન-ટાઇમ ઘટાડો. બહુ જરૂરી છે. કામ હોય તો એનો વપરાશ કરો, કોઈ વાંધો નથી, પણ તમે વેબ-સિરીઝ જોવા માટે જો સ્ક્રીન આંખ સામે રાખીને બેસી રહેવાના હો તો એ ગેરવાજબી છે. જરૂરી હોય તો મોબાઇલ વાપરો, પણ જો તમે ગેમ રમવા માટે એનો ઉપયોગ કરતા હો તો બહેતર છે કે વિડિયો-ગેમ લઈ આવો અને એનો આનંદ ઉઠાવો. વેબ-સિરીઝ માટે પણ એ જ કહીશ કે મનોરંજનના બહુ શોખીન હો તો ઘરે જોવાનું રાખો. ઘરે જોશો તો એનો એક લાભ એ પણ થશે કે એમાં ભરવામાં આવેલા બૅડવર્ડ્ઝ તમને જ ખચકાટ અને સંકોચ આપશે અને તમે જ કદાચ એ આદતમાંથી બહાર આવી જશો.


ચાલો માન્યું કે આ સ્તરની સુવિધા છે તો એનો લાભ લેવો જ જોઈએ. તમારી આ દલીલ પણ માન્ય રાખી, પણ એ સુવિધાને સુવિધાના સ્તરે રાખશો તો તમારા લાભમાં રહેશે. બહુ એવું લાગતું હોય તો સહજ રીતે પ્લાન બનાવો અને વીકમાં એક વાર વેબ-સિરીઝ જોવા માટે તમારા મોબાઇલને આંખ સામે સ્થાન આપો.ગુમાવશો કશું નહીં એની ગૅરન્ટી હું આપું છું, પણ તમારે સમજવું પડશે કે આપવું એ તેમનું કામ છે અને એના જ તેમને પૈસા મળે છે, પણ લેવા માટે તમને કોઈ કાકાભાઈ ફદિયુંય નથી આપતું.
સમજાયું?


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2024 12:42 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK