Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

30 March, 2023 03:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૂફટૉપ લાઉન્જ દ્વારા મધુબની આર્ટ ક્લાસ યોજાયો છે,

સૂર્ય-ચંદ્ર મધુબની 

જાણો, માણો ને મોજ કરો

સૂર્ય-ચંદ્ર મધુબની 


સૂર્ય-ચંદ્ર મધુબની 

બિહારના મધુબની જિલ્લાની ઓળખ સમાન મધુબની પેઇન્ટિંગ આર્ટમાં મુખ્યત્વે નેચરના વિવિધ એલિમેન્ટ્સ તેમ જ દેવી-દેવતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રૂફટૉપ લાઉન્જ દ્વારા મધુબની આર્ટ ક્લાસ યોજાયો છે, જે પરિવાર સાથે અટેન્ડ કરી શકાય એવો છે. 



ક્યારે? : ૩૧ માર્ચ


ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર

સમય: બપોરે ૪થી ૬


કિંમત: ફ્રી

રજિસ્ટ્રેશન: bookmyshow

મોલેલા આર્ટ

ચીકણી માટીને વિવિધ આકાર આપીને એમાંથી ખાસ આકૃતિઓની રચના કરવા માટે જાણીતી મધ્ય પ્રદેશના મોલેલા ગામની ખાસિયત એવી આ આર્ટ દિનેશ મોલેલા પાસેથી શીખવા મળશે. પૉટર્સ વિલેજ તરીકે જાણીતા આ ગામમાં ૩૦ કુંભાર પરિવારો છે જે આ ખાસ આર્ટ થકી માટીના વિવિધ ઑબ્જેક્ટ્સ બનાવે છે.

ક્યારે? : ૧ અને ૨ એપ્રિલ

સમય: ૧૦.૩૦થી ૧૨.૩૦

કિંમત: ૨૪૯૯ રૂપિયા (મટીરિયલ સાથે)

રજિસ્ટ્રેશન: memeraki.com

ઓપન બ્રીઝ પેઇન્ટિંગ 

કૅન્વસ પેઇન્ટિંગથી ચિત્રકળાની દુનિયામાં પગરણ માંડવાં હોય તો મજાનું કુદરતી દૃશ્ય રચીને પેઇન્ટ વિથ ફન વર્કશૉપમાં જોડાઈ શકો છો. એમાં કૅફેના વાતાવરણમાં મોજમસ્તી કરતાં-કરતાં રંગોની સમજણ કેળવીને એનાથી ઓપન બ્રીઝ નૅચરલ સીનને રીક્રીએટ કરવા મળશે. 

ક્યારે? : ૨ એપ્રિલ

સમય: ૧૨થી ૨

ક્યાં? : કૅફે ઇશ્વારા, ખાર

કિંમત: ૧૩૦૦ રૂપિયા

રજિસ્ટ્રેશન: bookmyshow

મુંબઈ અલ્ટ્રા મૅરથૉન

રનિંગ એ જો તમારું પૅશન હોય અને દોડવાની ક્ષમતાને નવી ક્ષિતિજો સુધી વિસ્તારવાની ઇચ્છા હોય તો અલ્ટ્રા મૅરથૉનમાં દોડવા જેવું છે. કુદરતી હરિયાળી અને નૅશનલ પાર્કની શુદ્ધ હવામાં ૨૧, ૨૫, ૪૨ કે ૫૦ કિલોમીટરની મૅરથૉન રનમાં જોડાઓ.
ક્યારે? : બીજી એપ્રિલ
સમય: સવારે પાંચથી બપોરે ૧૨
ક્યાં? : સંજય ગાંધી નૅશનલ પાર્ક, બોરીવલી-ઈસ્ટ
કિંમત: ૧૩૯૯થી ૧૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન: allevents.in

થ્રી-ડી રેઝિન આર્ટ 

રેઝિન આર્ટ જેટલી સુંદર લાગે છે એટલી જ કૉમ્પ્લીકેટેડ પણ છે. કેવું રેઝિન વાપરવાનું, એમાં કેવાં પિગ્મેન્ટ્સનો ઉપયોગ કરવાનો, ડિફરન્ટ રેઝિન ટાઇપ્સના અલગ-અલગ કેવા ઉપયોગો થઈ શકે એની બેસિક સમજણની સાથે તમે એક પોતાનું રેઝિન ક્રીએશન પણ કરી શકો એવી વર્કશૉપ આગામી પંદર દિવસ માટે આ આર્ટ સ્ટુડિયોમાં થવાની છે. 

ક્યારે? : ૩૧ માર્ચથી ૧૨ એપ્રિલ

ક્યાં? : શોભાઝ આર્ટ સ્ટુડિયો, બાંદરા

સમય: ૧૧થી ૧

કિંમત: ૩૫૦૦ રૂપિયા (મટીરિયલ સાથે)

રજિસ્ટ્રેશન: bookmyshow

ટર્ટલ ફેસ્ટિવલ 

કોંકણ બેલ્ટ પર રત્નાગિરિ પાસે વેલાસ અને આંજર્લે એ બે બીચ પર ઑલિવ રીડલી ટર્ટલના સંવર્ધનનું કામ થઈ રહ્યું છે. માદા ટર્ટલ બીચના કિનારે જે ઈંડાં મૂકી જાય છે એને રેતીમાં દાટીને એને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. આ ઈંડાંમાંથી બહાર આવેલાં એક આંગળીની સાઇઝનાં ટર્ટલ્સને વહેલી સવારે અથવા તો સમી સાંજે સમુદ્રમાં છોડવામાં આવે છે. આ ઘટનાનો નઝારો જોવા દૂર-દૂરથી હજારો લોકો આવે છે. બાળકોને આ દરિયાઈ જીવની પેદા થવાની આ ઘટનાનું દૃશ્ય માણવું ગમશે. આ ફેસ્ટિવલની સાથોસાથ આસપાસના કિલ્લાઓની પણ સફર વીક-એન્ડ મજાનો બનાવી દેશે.
ક્યારે? : ૩૧ માર્ચથી ૨ એપ્રિલ (એપ્રિલના દરેક વીક-એન્ડ પણ)
સમય : ૩૧મીએ રાતે દાદરથી નીકળીને બીજીએ રાતે ૧૦ વાગ્યે પાછા
કિંમત : ૩૪૯૯થી ૩૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : bhatkana.com, tracksandtrails.com, adventuregeek.com અને bookmyshow

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK