સમય મળે ત્યારે યુનિક અને માત્ર તમારી પાસે જ હોય એવાં ફ્રિજ મૅગ્નેટ્સ બનાવતાં શીખી લો.

ફ્રિજ મૅગ્નેટ વર્કશૉપ
ફ્રિજ મૅગ્નેટ વર્કશૉપ
કિચનની સજાવટમાં ફ્રિજ પર લગાવી શકાય એવાં અટ્રૅક્ટિવ મૅગ્નેટ્સ સજાવવાનો શોખ હોય તો એ જાતે બનાવવાનું કામ પણ ખૂબ આનંદ અને સંતોષ આપનારું છે. એ પણ ટ્રાય કરી શકો છો. સમય મળે ત્યારે યુનિક અને માત્ર તમારી પાસે જ હોય એવાં ફ્રિજ મૅગ્નેટ્સ બનાવતાં શીખી લો.
ક્યારે?: ૩૧ માર્ચ
સમય: સવારે ૧૦.૩૦થી ૧૨
કિંમત: ૧૦૦૦ રૂપિયા
ક્યાં?: સ્ટુડિયો પેપરફ્રાય, બાંદરા
રજિસ્ટ્રેશન: bookmyshow
હનુમાન જયંતી મ્યુરલ
થોડા જ દિવસમાં હનુમાન જયંતી છે ત્યારે આ ખાસ દિવસે હનુમાનજીની પૂજા માટે તમે જાતે સર્જેલું પેઇન્ટિંગ હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે? કેરલા ભીંતચિત્રોના અનુભવી અને માસ્ટર આર્ટિસ્ટ સંજુ એમપી પાસેથી આનું સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મેળવી શકો એવી વર્કશૉપ છે.
એરિયલ સિલ્ક ફ્લાય
ટોટે બૅગ પેઇન્ટિંગ
જ્યારથી પ્લાસ્ટિકની થેલી બંધ થઈ છે ત્યારથી પર્સમાં એક નાની કૉટનની ખભે ભરાવવાની થેલી રાખવાનું મસ્ટ છે. એવામાં કૉટન કે ખાદીની બૅગ પર તમને મનગમતું પેઇન્ટિંગ કરીને રાખ્યું હોય તો એ તમારું યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય. આવી ટોટે બૅગ્સ આજકાલ ફૅશન અને આર્ટજગતમાં ઇનથિંગ ગણાય છે ત્યારે તમે પોતાની જ પીંછી વડે કંઈક ચિત્રણ કરીને જાતે તમારી આવી બૅગ તૈયાર કરી શકો છો અને ગિફ્ટ પણ આપી શકો છો.
ક્યારે?: ૨૪ માર્ચથી ૩૧ માર્ચ
સમય : ૪.૩૦થી ૬
ક્યાં?: શોભાઝ આર્ટ સ્ટુડિયો, બાંદરા-વેસ્ટ, મુંબઈ
કિંમત : ૧૭૦૦ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow
રીડ ક્રાફ્ટ
સૉફ્ટ નેતરમાંથી જાતજાતની ચીજો બનાવતાં શીખવતી એક વર્કશૉપ ઘેરબેઠાં શીખવા મળશે. પાતળા અને સૉફ્ટ નેતરના ઘાસમાંથી ટી કોસ્ટર, બાસ્કેટ અને ગિફ્ટ આર્ટિકલ્સ એમ જાતજાતની ચીજો બને છે. આ વર્કશૉપમાં તમે ટી કોસ્ટર અને એના જેવી નાની ચીજો બનાવતાં શીખી શકશો. પહેલેથી મટીરિયલ મોકલવામાં આવશે.
ક્યારે?: ૨૬ માર્ચ
સમય : સવારે ૧૦.૩૦
ક્યાં?: ઝૂમ પર લાઇવ
કિંમત : ૧૬૯૯ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન :
memeraki.com
મુંબઈ ફ્લાવર
આઇડિયાઝ અનલિમિટેડ પ્રોડક્શન્સ અને એનસીપીએ દ્વારા પારસી થિયેટરને સમર્પિત એક પ્લે છે. રતનબાઈ ‘રુટ્ટી’ પેટિટે તેમના સમયના સૌથી કન્ટ્રોવર્શિયલ લીડર મોહમ્મદ અલી ઝીણા સાથે ભાગીને લગ્ન કરી લીધાં એની સ્ટોરી આ ડ્રામામાં છે. રુટ્ટી એ વખતે ખૂબ યંગ અને હાઈ સોસાયટીના રિચ પરિવારનાં દીકરી હતાં. જ્યારે ઝીણા વયસ્ક હતા. રુટ્ટીએ જ્યારે પરિવારને છોડીને ઝીણા સાથે લગ્ન કર્યાં ત્યારે શું બનેલું એની વાત આ ડ્રામામાં જોવા મળશે. ભામિની ઓઝા ગાંધી, વિશાલ શાહ, નમન શેઠ, રિષભ કામદાર અને પૂર્વી દેસાઈ અભિનીત, ગીતા માણેક લિખિત અને મનોજ શાહ દ્વારા ડિરેક્ટેડ છે.
ક્યારે?: ૨૬ માર્ચ
સમય : સાંજે ૭.૦૦
ક્યાં?: એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
કિંમત : ૪૫૦થી ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : ncpamumbai.com