ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

12 May, 2022 02:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅન્વસ પેઇન્ટિંગની સફરની શરૂઆત; શીખો યુક્લેલી

ક્લાસિકલ બૅલે અને મૉડર્ન ડાન્સ

ક્લાસિકલ બૅલે અને મૉડર્ન ડાન્સ

ક્લાસિકલ બૅલે અને મૉડર્ન ડાન્સ

બૅલે શીખવાની શરૂઆત જેટલી નાની ઉંમરથી કરી હોય એટલું ઓછું છે. ક્લાસિકલ બૅલે માટે યંગ એજમાં એક્સ્ટેન્સિવ ટ્રેઇનિંગ જોઈએ છે અને એટલે જ પાંચથી આઠ વર્ષની ઉંમરનાં બાળકો માટે એનસીપીએ દ્વારા વેકેશનમાં પાંચ દિવસની ક્લાસિક બૅલે અને મૉડર્ન ડાન્સની વર્કશૉપ થઈ રહી છે. 
ક્યારે? : ૧૫ મે 
ક્યાં? : જેબીટી મ્યુઝિયમ, એનસીપીએ, નરીમાન પૉઇન્ટ
સમય : ૧૦.૩૦થી ૧૧.૩૦
કિંમત : ૫૩૧૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : insider.in

 


ક્લે કૉટેજિસ

માટીમાંથી જાતજાતની ચીજો બની શકે છે, પણ આ વખતે મિટ્ટી સ્પેસ દ્વારા માટીનું કૉટેજ બનાવતાં શીખવવાની વર્કશૉપ થઈ રહી છે. ચપટીઓ લઈને અને કોઇલ ટેક્નિક વાપરીને કઈ રીતે એક મિની હાઉસની નાની-નાની ખાસિયતો ઉભારી શકાય એ અહીં શીખવવા મળશે. 
ક્યારે? : ૧૫ મે, રવિવાર 
ક્યાં? : મિટ્ટી સ્પેસ, ખાર 
કિંમત : ૧૫૦૦ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન : @mitti.space


 

કૅન્વસ પેઇન્ટિંગની સફરની શરૂઆત

પેઇન્ટિંગ આવડતું હોય કે ન હોય, પણ જો રંગોઅભિવ્યક્તિ પસંદ હોય તો પેઇન્ટોલૉજી દ્વારા યોજાતી પેઇન્ટ-પાર્ટી તમારા માટે જ છે. આર્ટિસ્ટ જયના શાહ સફર દરમ્યાન જોયેલાં દૃશ્યોને કઈ રીતે કૅન્વસ પર ઉતારવાં એ શીખવશે. તમે ચોક્કસ કંઈક જાતે બનાવેલું પેઇન્ટિંગ ઘરે લઈ જઈ શકશો. 
ક્યારે? : ૧૫ મે, રવિવાર 
સમય : સાંજે ૬.૩૦થી ૮.૩૦
ક્યાં? : ફૂડહૉલ, વામા, મુંબઈ
કિંમત : ૧૮૦૦ રૂપિયા 
(મટીરિયલ અને રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow

 

શીખો યુક્લેલી

હૅપી ગો ફન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ટચૂકડું વાયોલિન જેવું યુક્લેલી. આ વાદ્યનો ચાર્મ જ કંઈક જુદો છે. કેટલીક પૉપ્યુલર ધૂન વગાડતાં આવડતી હોય તો પ્રિયજનોની વચ્ચે બેઠા હો ત્યારે કે એકાંત સ્થળે માહોલને મનગમતો બનાવી શકાય છે. યુક્લેલી કઈ રીતે જાતે શીખી શકાય એ પણ આ વર્કશૉપમાં શીખવવામાં આવશે. 
ક્યારે? : ૧૨ મે, ગુરુવાર
સમય : રાતે ૯થી ૧૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ફ્રી
રજિસ્ટ્રેશન : bookmyshow

 

ફાયરફ્લાઇઝ ફેસ્ટિવલ

રાતના અંધારામાં જુગનૂઓને જોવાની ઇચ્છા હોય તો આવતા વીકથી મુંબઈની આસપાસનાં કેટલાંક સ્થળોએ ફાયરફ્લાઇઝ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. રાતભર જાગીને ચમકતા જુગનૂઓને જોવા નીકળવાનો અને એનો અવાજ સાંભળવાનો અનુભવ લેવા જેવો ખરો. 
ક્યારે? : ૨૧ મેથી દર વીક-એન્ડમાં 
ક્યાં? : ભંડારધારા ડૅમ
કિંમત : ૧૨૦૦ રૂપિયા 
(પાંચથી આઠ વર્ષનાં બાળકો માટે ૫૦૦ રૂપિયા)
રજિસ્ટ્રેશનઃ insider.in

 

ગ્લાસ પેઇન્ટિંગ

કાચ પર પેઇન્ટિંગ કરવાની સ્ટાઇલ અનેક છે. એક ગ્લાસવર્ક પૂરું કરવા માટે ઘણીબધી ટેક્નિક્સની જરૂર પડે છે. સ્ટેન્સિલ, ટ્રેસિંગ, લાઇનર વાપરવું, કલર મિક્સિંગ અને ફ્લોરલ પિક્ચર કલરિંગ જેવી વિવિધ ટેક્નિક્સ અને થ્રી-ડી ઇફેક્ટ કઈ રીતે આપી શકાય એ પણ આ વર્કશૉપમાં બતાવવામાં આવશે. એ માટે ઍક્રિલિક શીટ, ઓએચપી માર્કર પેન, ગ્લાસ પેઇન્ટની વૉટર સૉલ્યુબલ કિટ, લાઇનર, ફેવિક્રીલ અને ઍલ્યુમિનિયમ ફૉઇલ વગેરે જોઈશે. 
ક્યારે? : ૧૨ મે, ગુરુવાર 
સમય : રાતે ૮.૦૦ 
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર 
કિંમત : ફ્રી 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

12 May, 2022 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK