ભારત ભૂષણ પીડામાં એક વખત બોલી ગયા હતા, ‘મૌત સબકો આતી હૈ પર જીના સબકો નહીં આતા. ઔર મુઝે તો બિલકુલ નહીં આયા.’
વો જબ યાદ આએ
પુત્રી અપરાજિતા સાથે ભારત ભૂષણ.
પરોઢના ચાર વાગ્યા છે અને વીજળીના ચમકારા સાથેના કડાકા-ભડાકાથી મારી ઊંઘ ઊડી જાય છે. મુશળધાર વરસાદના પરિણામે વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાતે સૂતાં પહેલાં હવે તો ભાદરવો આવ્યો એટલે એક મહિનો ગરમી પડે જ એમ માનીને ‘ઑન’ કરેલું AC બંધ કર્યું અને જીવ વિચારે ચડી ગયો.