મુંબઈમાં આયોજિત ઈવેન્ટ વિશે જાણો...
મુંબઈમાં આયોજિત પ્રોગ્રામ
આજે શું કરશો?
ધ બાર્બેક્યુ પ્રોજેક્ટ
ADVERTISEMENT
શિયાળામાં આગ જલાવી હોય અને બાર્બેક્યુ સેટ-અપ તૈયાર કરી શેકેલી વસ્તુ ખાવાની જે મજા છે એ
બીજી સીઝનમાં નથી. અહીં જુદાં-જુદાં લાઇવ ગ્રિલ સ્ટેશનની મજા માની શકશો અને એના સિવાય એક લાંબાલચક બુફેમાં અઢળક ફૂડ વરાઇટીઝનો આનંદ લઈ શકાશે. જ્યાં પણ બાર્બેક્યુ
સેટ-અપ હોય ત્યાં લોકોને લાગે છે કે ફક્ત નૉન-વેજ ફૂડ જ હશે, પરંતુ એવું નથી. વેજિટેરિયન ફૂડમાં પણ તેમની પાસે ઘણી વરાઇટી છે. એટલું જ નહીં, ઘણા લાઇવ એન્ટરટેઇનમેન્ટ
પ્રોગ્રામનો પ્રબંધ પણ છે જ.
બને કે ત્યાં જશો તો કેટલાંક બેવરેજિસનાં અલગ-અલગ પૅકેજ પણ
તમને મળી શકે. જોકે અહીં
પ્રી-બુકિંગ કરાવીને જવું વધુ સારું ગણી શકાય.
ક્યારે? : દર શનિવારે આખો ડિસેમ્બર મહિનો
સમય : સાંજે ૭થી રાત્રે એક વાગ્યા સુધી
ક્યાં? : ફિયોના, રેડિસન બ્લુ
કિંમત : ૨૪૯૯ પ્લસ ટૅક્સ
પેઇન્ટ યૉર ડેનિમ
ડેનિમ ક્યારેય ફૅશનમાંથી ન જનારું ફૅબ્રિક છે. એમાં પણ તમારી ક્રીએટિવિટી વાપરીને તમે તમારા બોરિંગ જૂના જીન્સને નવો ટ્રેન્ડી ટચ આપી શકો છો. તમારે વર્કશૉપમાં તમારું જૂનું જીન્સ લઈ જવાનું છે. બાકી બધું જ મટીરિયલ તમને અહીં પૂરું પાડવામાં આવશે.
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય : બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી
ક્યાં? : ચારાઈ, થાણે
કિંમત : ૧૨૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : ઇન્સ્ટાગ્રામ-paint_with_krisha_
મૅક્રમે ક્રિસમસ ઑર્નામેન્ટ્સ વર્કશૉપ
મેક્રમે આર્ટ છેલ્લા કેટલાક
વખતથી ઘણું પૉપ્યુલર બન્યું છે. એમાંથી બનતી જ્વેલરી ઘણી
હટકે લાગતી હોય છે. ક્રિસમસ પાર્ટીમાં આ પ્રકારની જ્વેલરી
જાતે બનાવીને પણ પહેરી હોય
તો પાર્ટીમાં બધા પૂછશે કે આ
ક્યાંથી લીધી?
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય : સવારે ૧૧થી બપોરે બે વાગ્યા સુધી
ક્યાં? : દુલાલી ટૅપરૂમ,
અંધેરી-વેસ્ટ
કિંમત : ૧૬૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : ૯૮૨૧૮૭૬૯૫૦ - પ્રી-રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ વેબિનાર
જો તમે ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટને સમજવા માગતા હો અને તમને એમાં રસ હોય, સાથે-સાથે આ માટે તમારે કશે જવું ન હોય પરંતુ તમારા ઘરના વાતાવરણમાં રહીને તમે એ શીખવા માગતા હો તો આ વેબિનાર કામ લાગી શકે એમ છે.
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય : બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી
ક્યાં? : ઝૂમ મીટિંગ
કિંમત : ૧૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : ૦૮૦૮૦૭૧૮૩૮૬/ latentbrush.com
રુહાનિયત - સીકિંગ ધ ડિવાઇન
સંગીત તમને ઈશ્વર સાથે જોડે છે. આ ફેસ્ટિવલ ઇન્ડિયાનાં જુદાં-જુદાં શહેરોમાં કરવામાં આવે છે. મુંબઈમાં રવિવારે બીજા બધા કલાકારો સાથે હેમંત ચૌહાણ આવવાના છે. જો તેમને લાઇવ સાંભળવાની ઇચ્છા હોય તો આ પ્રોગ્રામ મિસ ન કરતા.
ક્યારે? : રવિવાર,
૧૦ ડિસેમ્બર
સમય : સાંજે ૬.૧૫ વાગ્યે
ક્યાં? : છત્રપતિ શિવાજી
મહારાજ વાસ્તુ સંગ્રહાલય, ફોર્ટ
કિંમત : ૧૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન :
bookmyshow.com
ડાઉનટાઉન પવઈ કિડ્સ કાર્નિવલ
ક્રિસમસ નજીક આવે અને કાર્નિવલો શરૂ થઈ જાય છે. બાળકોની રાઇડ્સ, રમતો, તેમની અઢળક ઍક્ટિવિટીઝ, ડાન્સ, શૉપિંગ અને ફૂડ આ બધાનો એકસાથે આનંદ લેવો હોય તો પહોંચી જાઓ આ કાર્નિવલમાં. એક વર્ષનાં બાળકોથી લઈને ૧૭ વર્ષના ટીનેજરો માટે અહીં ઘણું-ઘણું છે. એટલું જ નહીં, પેરેન્ટ્સને પણ મજા પડશે.
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય : સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી
ક્યાં? : હીરાનંદાની ગાર્ડન, પવઈ
કિંમત : ફ્રી એન્ટ્રી
રજિસ્ટ્રેશન : જરૂર નથી
મુંબઈ જૅઝ ફેસ્ટિવલ
જૅઝ મ્યુઝિકના રસિયા હોય તો મુંબઈના આ ફેસ્ટિવલને મિસ
કરવા જેવો નથી. આ જૅઝ ફેસ્ટિવલમાં વર્કશૉપ, માસ્ટરક્લાસ અને ઇન્ટરૅક્ટિવ સેશન્સ પણ
છે. લગભગ ત્રણ કલાકનો આ પ્રોગ્રામ છે. જો જૅઝ મ્યુઝિક ન
ખબર હોય તો પણ આ ફેસ્ટિવલમાં તમે એને પહેલી વખત માણી
શકો છો.
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય: સાંજે ૬ વાગ્યાથી
ક્યાં? : ફીનિક્સ પલેડિયમ, લોઅર પરેલ
કિંમત : ફ્રી એન્ટ્રી
રજિસ્ટ્રેશન : જરૂર નથી
પેપર-મેકિંગ બાય પ્રણવ ગજ્જર
પેપર હાથેથી કઈ રીતે બનાવાય એ આ વર્કશૉપમાં શીખવવામાં આવશે. પેપર-મેકિંગનો પોતાનો ઇતિહાસ છે. એ રસપ્રદ વાત જાણવાનો અને જાતે પેપર બનાવવાનો આ મોકો ઝડપી લેવા જેવો છે
ક્યારે? : રવિવાર, ૧૦ ડિસેમ્બર
સમય : સાંજે ૫ વાગ્યે
ક્યાં? : G ૫/A વેરહાઉસ,
વરલી
કિંમત : ફ્રી
રજિસ્ટ્રેશન : INSIDER.IN

