ભારતીય કલા પ્રત્યે લોકોના દૃષ્ટિકોણમાં આવેલા બદલાવનું આ પ્રૂફ છે. એને લાવવા માટે મથેલા દેશના ઘણા કર્મવીરોમાંથી એક કર્મવીર એટલે ડૉ. સરયુ વિનોદ દોશી.
સરયુ દોશી, આર્ટ હિસ્ટોરિયન- પદ્મશ્રી ૧૯૯૯
વાત એક-બે વર્ષની નથી, પણ મિનિમમ ૬૦ વર્ષ સુધી આર્ટને લગતી દેશની વિવિધ સંસ્થાઓમાં મહત્ત્વની પોઝિશન પર કામ કરવું અને દિવસનો પોણા ભાગનો સમય એમાં જ ખર્ચી નાખવો અને છતાં વળતરરૂપે એક રૂપિયો પણ ન લેવો. આર્ટ માટેનું આવું સમર્પણ અને આર્ટ માટેનું આવું ડેડિકેશન જવલ્લે જ જોવા મળે. અત્યારે સાઉથ મુંબઈમાં રહેતાં એઇટી પ્લસની ઉંમરનાં સરયુબહેનનો એક પણ દિવસ કામ વિનાનો નથી જતો. ધારો કે તેમણે કોઈ સંસ્થાનું કામ ન કરવાનું હોય તો પણ પેઇન્ટિંગ સ્ટડીનું કામ તેઓ તેઓ સતત કરતાં જ રહે છે.




