ખાલીપો બહુ ‘અટેન્શન સીકિંગ’ હોય છે. આપણે એને જેટલું ધ્યાન, ઊર્જા અને સમય આપીએ છીએ એટલો જ એ વિસ્તરતો જાય છે
પ્રતીકાત્મક તસવીર
બૉલીવુડનું કોઈ મૂવી જોઈને હું ચોધાર આંસુએ રડ્યો હોઉં તો એ છે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’. સત્ય ઘટના પર બનેલી આ ફિલ્મ હૃદયને હચમચાવી નાખે છે. એક જીવલેણ બીમારી સામે લાંબી લડત આપ્યા બાદ ૧૮ વર્ષની આઇશા ચૌધરી પોતાની બીમારી, સંઘર્ષો અને યાતના દરમ્યાન થયેલી પ્રતીતિઓ વિશે એક પુસ્તક લખે છે ‘માય લિટલ એપીફનીઝ’ અને પુસ્તક પ્રકાશિત થયાના એક દિવસ પછી તેનું મૃત્યુ થાય છે.




