મામૂલી તેજી સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 39,450 સ્તર પર

Updated: May 21, 2019, 10:25 IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

સોમવારે એક જ દિવસમાં જબરદસ્ત તેજી દર્શાવ્યા બાદ મંગળવારે પણ બજાર વધારે સાથે ખુલ્યું છે.

મામૂલી તેજી સાથે ખુલ્યું શૅર બજાર
મામૂલી તેજી સાથે ખુલ્યું શૅર બજાર

સોમવારે એક જ દિવસમાં જબરદસ્ત તેજી દર્શાવ્યા બાદ મંગળવારે પણ બજાર વધારે સાથે ખુલ્યું છે. પ્રી-ઓપનિંગ સેશનમાં 200 અંકોના વધારા બાદ સેન્સેક્સ 100 અંકોની તેજી સાથે 39,450ના સ્તર પર ખુલ્યું, જ્યાં નિફ્ટી 25 અંકોના વધારા સાથે 11,851ના સ્તર પર ખુલ્યું.

બતાવી દઈએ કે એક વાર ફરી મોદી સરકારની સત્તામાં પાછી આવવાની આશામાં સોમવારે ઘરેલૂ શૅર બજારોમાં જશ્નનું વાતાવરણ રહ્યું. દિવસના કારોબારમાં બીએસઈએ છ વર્ષ, તો એનએસઈએ 10 વર્ષનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

ચૂંટણી બાદ થયેલા એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાનીમાં સરકાર બનવાની આશા પર બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1,421.90 અંક એટલેકે 3.75%ને તેજી જોવા મળી જે નવેમ્બર 2009 બાદ સેન્સેક્સની કોઈએક દિવસનો સૌથી વધારે વધારો છે.

સોમવારે સેન્સેક્સ 39,412.56ના રેકોર્ડ સ્તર પહર પહોંચ્યું હતુ પરંતુ તે 39,352 પર બંધ થયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK