Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફાઈનાન્શિયલ શૅર્સના ટેકે શૅરબજારમાં વધારો

ફાઈનાન્શિયલ શૅર્સના ટેકે શૅરબજારમાં વધારો

16 October, 2020 04:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફાઈનાન્શિયલ શૅર્સના ટેકે શૅરબજારમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફાઈનાન્શિયલ શૅર્સમાં લેવાલીના ટેકે ગુરુવારે અઢી ટકા જેટલા ઘટેલા સ્થાનિક શૅરબજારો શુક્રવારે વધારે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 254.57 પોઈન્ટ્સ (0.64 ટકા) વધીને 39,982.98ના સ્તરે અને નિફ્ટી 82.10 પોઈન્ટ્સ (0.7 ટકા) વધીને 11,762.45ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ બે ટકા ઘટીને 21.64ના સ્તરે બંધ રહ્યો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ એક ટકા વધીને 14,621 પોઈન્ટ્સ અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા વધીને 14,787ના સ્તરે બંધ રહ્યો હતો.



નિફ્ટીમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ, તાતા સ્ટીલ, બીપીસીએલ, ડિવિસ લેબ્સ અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝના શૅર સૌથી અધિક ઘટ્યા હતા, જ્યારે યુપીએલ, એચસીએલ ટેક, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરભાવ અધિક ઘટ્યા હતા.


નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક બે ટકા, ઓટો 0.30 ટકા, ફાઈ.સર્વિસ 1.51 ટકા, એફએમસીજી 0.09 ટકા, મેટલ, 3.97 ટકા, ફાર્મા 1.51 ટકા, પીએસયુ બૅન્ક 0.34 ટકા, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ 2.05 ટકા અને રિયલ્ટી સૂચકાંક 2.62 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મીડિયા 0.39 ટકા અને આઈટી 0.14 ટકા ઘટ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK