Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આગલા દિવસના ઉછાળા બાદ આજે શરૂઆતી કામકાજમાં સોનાની તેજીને બ્રેક

આગલા દિવસના ઉછાળા બાદ આજે શરૂઆતી કામકાજમાં સોનાની તેજીને બ્રેક

26 September, 2019 12:43 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

આગલા દિવસના ઉછાળા બાદ આજે શરૂઆતી કામકાજમાં સોનાની તેજીને બ્રેક

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે એવી મંગળવારે થયેલી જાહેરાત બાદ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં વધેલી રાજકીય અનિશ્ચિતતાના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા પછી બજાર નવા સંકેતની રાહમાં સમાન્ય ઘટાડા સાથે આજે અટકેલાં છે. 

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું સોમવારે ૧૫૧૪.૧૯ ડૉલર સામે બધી ૧૫૨૦.૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. મંગળવારે તે વધીને ૧૫૩૧.૭ ડૉલર બંધ રહ્યું હતું જે આજે ૧૫૨૮.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ન્યુ યૉર્ક કોમેકસ ગોલ્ડ વાયદો મંગળવારે ૧૫૪૦.૨૦ની સપાટીએ બંધ આવ્યા પછી આજે ૧૫૩૯.૧૦ ખૂલી અત્યારે આગલા બંધથી ૪.૨૫ ડૉલર ઘટી ૧૫૩૫.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો મંગળવારે ૧૮.૬૨૮ની સપાટીએ બંધ આવ્યા પછી આજે ૧૮.૬૭ ખૂલી અત્યારે આગલા બંધથી ૦.૦૭૬ ડૉલર ઘટી ૧૮.૫૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે આ ઉપરાંત યુનોમાં પોતાના ભાષણમાં અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધમાં પણ ટ્રમ્પ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તેણે ઈરાન ઉપર વિશ્વએ આકરાં પગલાં લેવાં જોઈએ એવી હિમાયત કરી હતી. આ બધી સ્થિતિમાં સોનું એક રોકાણનું સ્વર્ગ ગણવામાં આવતું હોવાથી ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વૈશ્વિક અર્થતંત્રની નાજુક સ્થિતિમાં ઉમેરાયેલા આ પરિબળોએ સોનાના ભાવને વધવામાં ટેકો આપ્યો છે. જોકે, સતત બદલાતી સ્થિતિમાં રોકાણકારો ભાવમાં ઉછાળા પછી સામાન્ય પ્રોફિટ બુક કરી અત્યારે રાહ જોઈ રહ્યા છે. જોકે, ગત સપ્તાહે પણ સોનું ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યું હોવાથી બજારમાં આજના ઘટાડાની ચિંતા જણાતી નથી. 



ભારતમાં હાજર - વાયદામાં


ભારતમાં હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું રૂ. ૨૮૦ વધી રૂ. ૩૯,૨૩૦ પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે રૂ. ૨૭૫ વધી રૂ. ૩૯,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮,૦૭૨ ખૂલી, ઉપરમાં રૂ. ૩૮,૧૯૪ અને નીચામાં રૂ. ૩૮,૦૫૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૪ વધીને રૂ. ૩૮,૧૨૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૯૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૦,૨૬૭ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૭૮૧ થયા હતા, જ્યારે સોનું-મિનિ ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫ વધીને બંધમાં રૂ. ૩૮,૧૦૬ના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજરમાં ચાંદી રૂ. ૧૧૦ વધી રૂ. ૪૮,૫૧૦ પ્રતિ કિલો અને અમદાવાદ ખાતે રૂ. ૧૨૦ વધી રૂ. ૪૮,૬૩૦ પ્રતિ કિલો હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૪૮,૧૦૦ ખૂલી, ઉપરમાં રૂ. ૪૮,૩૨૦ અને નીચામાં રૂ. ૪૭,૮૬૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૧૦૩ વધીને રૂ. ૪૮,૧૨૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિનિ નવેમ્બર રૂ. ૧૧૧ વધીને રૂ. ૪૮,૧૫૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૦૮ વધીને રૂ. ૪૮,૧૪૯ બંધ રહ્યા હતા.


ડૉલરની વધતી માગમાં રૂપિયો લપસ્યો

ક્રૂડ ઑઈલના ભાવમાં જોવા મળેલા ઘટાડા પછી પણ ડૉલરની વધી રહેલી માગ, શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી અને અન્ય ચલણો સામે ડૉલરની મજબૂતીના કારણે રૂપિયો આજે પણ ઘટીને બંધ આવ્યો હતો. મંગળવારે રૂપિયો ૭૧.૦૧ની સપાટીએ બંધ આવ્યા બાદ આજે એક તબક્કે ઘટી ૭૧.૧૪ થયા બાદ થોડો મજબૂત થયો હતો, પણ દિવસના અંતે તે ફરી ત્રણ પૈસા ઘટી ૭૧.૦૪ની સપાટી ઉપર હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 12:43 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK