Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રેડવૉરની અસર અનેક દેશોની ઇકૉનૉમી પર પડવાની ધારણાએ સોનું વધુ ઘટ્યું

ટ્રેડવૉરની અસર અનેક દેશોની ઇકૉનૉમી પર પડવાની ધારણાએ સોનું વધુ ઘટ્યું

23 May, 2019 09:18 AM IST |
બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉરની અસર અનેક દેશોની ઇકૉનૉમી પર પડવાની ધારણાએ સોનું વધુ ઘટ્યું

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવૉર સતત લંબાતી જતી હોઈ અનેક દેશોની ઇકૉનૉમી પર તેની અસર દેખાવી શરૂ થતાં ડૉલર વધુ મજબૂત બન્યો હતો અને સોનું વધુ તૂટ્યું હતું. જપાનની એક્સપોર્ટ સતત પાંચમા મહિને ઘટતાં ટ્રેડ સરપ્લસ એક વર્ષમાં ૯૦ ટકા ઘટી હતી. ઇકૉનૉમિસ્ટોનું માનવું છે કે ટ્રેડવૉર સતત લંબાતી જતી હોઈ હાલ ડૉલર વધુ મજબૂત બની રહ્યો છે, પણ ટ્રેડવૉરની અસરે ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા દેખાવા લાગશે ત્યારે સોનામાં ફરી તેજીનાં મંડાણ થઈ શકે છે, ત્યાં સુધી સોનું સતત ઘટતું રહેશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત



જપાનની એક્સપોર્ટ સતત પાંચમા મહિને મેમાં ૨.૪ ટકા ઘટી હતી, જે માર્ચમાં પણ ૨.૪ ટકા ઘટી હતી, પણ માર્કેટની ધારણા ૧.૮ ટકા જ એક્સપોર્ટ ઘટવાની હતી. જપાનની ઇમ્ર્પોટ એપ્રિલમાં ૬.૪ ટકા વધી હતી, જે માર્ચમાં માત્ર ૧.૨ ટકા જ વધી હતી, પણ માર્કેટની ધારણા ૪.૮ ટકા વધારાની હતી. જપાનની એક્સપોર્ટ સતત પાંચ મહિનાથી ઘટી રહી હોઈ ટ્રેડ સરપ્લસ એપ્રિલમાં ઘટીને માત્ર ૬૦ અબજ યેન રહી હતી, જે ગયા વર્ષે આ સમયે ૬૨૧ અબજ યેન હતી. જપાનના મશીનરી ઑર્ડરમાં માર્ચમાં ૩.૮ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૧.૮ ટકાનો વધારો નોંધાયો હતો, માર્કેટની ધારણા માર્ચમાં મશીનરી ઑર્ડરમાં ૦.૭ ટકા ઘટાડાની હતી. અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં એપ્રિલમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે માર્કેટની ધારણાથી એકદમ વિપરીત હતો. જપાનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં આવનારા સમયમાં ટ્રેડવૉરની અસર જપાન, યુરોપિયન દેશો અને અનેક દેશોની ઇકોનોમી પર પડવાની ધારણાએ ડૉલર સુધરીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું વધુ ઘટ્યું હતું.


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડવૉરને ખતમ કરવાની મંત્રણા પડી ભાંગી હોઈ હવે અમેરિકા અને ચીન બન્ને એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. અમેરિકામાં રહેલા ચાઇનીઝ ઍમ્બેસેડરે જણાવ્યું હતું કે ચીન હજુ પણ અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર છે, પણ અમેરિકા વારંવાર સ્ટૅન્ડ બદલતું હોઈ મંત્રણા આગળ વધી શકતી નથી. પિમના દેશોના ઇકૉનૉમિક ગ્રોથ માટે કાર્યરત ઓઇસીડી (ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપેરશન ઍન્ડ ડેવલપમેન્ટ)એ ૨૦૨૧ અને ૨૦૨૨માં અમેરિકા અને ચીનના ગ્રોથરેટમાં ટ્રેડવૉરને કારણે અનુક્રમે ૦.૨ અને ૦.૩ ટકાનો ઘટાડો થવાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું. આમ, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર લાંબા સમય સુધી ચાલુ રહેશે તેવું વર્લ્ડના મોટા ભાગના ઑર્ગેનાઇઝેશન, ઇકૉનૉમિસ્ટો અને અનેક દેશો માનવા લાગ્યા છે. બૅન્ક ઑફ જપાનના એક મેમ્બરે પૉલિસી-મેકરોને મૉનિટરી પૉલિસીમાં ટ્રેડવોરને ધ્યાનમાં રાખીને બદલાવ કરવા અનુરોધ કર્યો હતો. ટ્રેડવૉર ચાલુ રહે તો ડૉલરનું સેઇફ હેવન સ્ટેટસ સતત સુધરતું રહેશે અને સોનું આગળ જતાં ધીમી ગતિએ ઘટતું જશે.


સોનાને પાઉડર અને પેસ્ટ ફૉર્મમાં ઢાળીને સ્મગલિંગ કરવાનો નવો નુસખો

સોનાના સ્મગલિંગમાં તગડી કમાણી થતી હોવાથી સ્મગલરો દ્વારા નિતનવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્મગલિંગની તપાસ વધુ કડક બનાવાતાં હવે સ્મગલરોએ સ્કૅનિંગ મશીનને પણ છેતરી શકાય તેવી તરકીબો અપનાવવાની ચાલુ કરી છે. તાજેતરમાં કેરળ અને ગોવામાં પકડાયેલું સોનું પાઉડર અને પેસ્ટ ર્ફોમમાં ઢાળીને લાવવામાં આવ્યું હતું. ગોવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તાજેતરમાં ૧૬૩૦ ગ્રામની ગોલ્ડ પેસ્ટ પકડાઈ હતી, જેની કિંમત ૪૮ લાખ રૂપિયા હતી. કસ્ટમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરળનાં ચાર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તપાસ કડક બનતાં ગલ્ફ દેશોમાંથી આવતાં કેરાલિયન સ્મગલરો હવે કેરળને બદલે ગોવા ઊતરવાનું પસંદ કરવા લાગ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 09:18 AM IST | | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK