Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માત્ર 899 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, આ છે છેલ્લી તારીખ

માત્ર 899 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, આ છે છેલ્લી તારીખ

25 September, 2019 02:29 PM IST | મુંબઈ

માત્ર 899 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, આ છે છેલ્લી તારીખ

માત્ર 899 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, આ છે છેલ્લી તારીખ


હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે તમે માત્ર 899 રૂપિયામાં પ્લેનની મુસાફરીની મજા માણી શકો છો. બજેટ એરલાઈન એર એશિયા ઈન્ડિયા આ શાનદાર ઓફર લઈને આવી છે. કંપનીએ બિગ સેલ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરમાં એર એશિયા એરલાઈન માત્ર 899 રૂપિયામાં ડોમેસ્ટિક ફ્લાઈટ ટિકિટની સ્કીમ શરૂ કરી છે. તમે કંપનીની આ ઓફરનો ફાયદો ઉઠાવીને સસ્તામાં પ્લેનની મુસાફરી કરી શકો છો.

ગુરુવાર સુધી કરાવી શક્શો બુકિંગ



એર એશિયાએ ત્રણ દિવસની બિગ સેલ શરૂ કરી છે. આ સેલની શરૂઆત 24 સપ્ટેમ્બર એટલે કે મંગળવારથી થઈ છે. તે 26 સપ્ટેમ્બરે એટલે કે ગુરવાર સુધીમાં તમારી ટિકિટ બુક કરાવી શકો છો. એર એશિયાની આ ઓફર 10 ફેબ્રુઆરી 2020થી 15 ડિસેમ્બર 2020 સુધીના મુસાફરી કરવા માટે છે. જો તમારે આ ગાળામાં હવાઈ મુસાફરી કરવાની છે તો તમે 26 સપ્ટેમ્બર સુધીમાં ટિકિટ બુક કરીને આ ઓફરનો લાભ લઈ શકો છો.


અહીં કરાવો બુકિંગ

એર એશિયાની બિગ સેલ ઓફરનો લાભ લેવા માટે તમે એર એશિયાની વેબસાઈટ airasia.com અથવા એર એશિયાની મોબાઈલ એપથી ટિકિટ બુક કરાવી શકો છો.


આ પણ વાંચોઃ 3 વર્ષની FD પર મળે છે 10.5 ટકાનું વ્યાજ, જાણો કઈ છે સ્કીમ

આ બિગ સેલના લોન્ચિંગ દરમિયાન કંપનીના COO સંજયકુમારે કહ્યું કે દુનિયામાં સસ્તી હવાઈ યાત્રાની સેવા લેવા માટે હવાઈ સેવા આપતી કંપનીઓમાંથી એક હોવાના નાતે અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વદુ લોકો દુનિયાની મુસાફરી કરે. તેમણે કહ્યું કે એર એશિયાની આ ઓફરનો ફાયદો ઉટાવીને તમે તમારી રજા પ્લાન કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 02:29 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK