Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ૨૦ વર્ષમાં પહેલી વાર દિવાળીમાં પણ રોકડ ચલણમાં થયો ઘટાડો

૨૦ વર્ષમાં પહેલી વાર દિવાળીમાં પણ રોકડ ચલણમાં થયો ઘટાડો

04 November, 2022 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાજતેરમાં ઇકોરેપના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ટેક્નૉલૉજીએ ભારતીયોને પેમેન્ટ પદ્ધતિમાં મોટી ફેરબદલ કરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


૨૦ વર્ષમાં પહેલી વાર દિવાળીના સમયમાં પણ રોકડ ચલણમાં ઘટાડો નોંધાયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાજતેરમાં ઇકોરેપના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ટેક્નૉલૉજીએ ભારતીયોને પેમેન્ટ પદ્ધતિમાં મોટી ફેરબદલ કરી છે. કૅશ પર આધારિત ઇકૉનૉમી હવે સ્માર્ટફોન પર આધારિત ઇકૉનૉમી બની ગઈ છે. ગ્રુપ ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર સૌમ્ય કાન્તિ ઘોષ દ્વારા લખવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ‘ડિજિટલ ઇકૉનૉમી બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોનું જ આ પરિણામ છે. વળી યુપીઆઇ, વૉલેટ અને પીપીઆઇએસ જેવી ઇન્ટરઑપરેબલ પેમેન્ટ સિસ્ટમને કારણે ડિજિટલ પદ્ધતિથી નાણાં મોકલવાનું સરળ અને સસ્તું બન્યું હતું. વળી જેમની પાસે બૅન્ક-અકાઉન્ટ પણ નથી તેઓ પણ એનો ઉપયોગ કરી શકતા હતા. ક્યુઆર કોડ અને એનએફસી જેવી શોધને કારણે આ સિસ્ટમ વધુ ઝડપી બની.’ ડિજિટલ પેમેન્ટમાં વધારો રિઝર્વ બૅન્ક અને સરકાર બન્ને માટે ફાયદાકારક રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK