Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સની આગેવાની હેઠળ બજારની પીછેહઠ આગળ વધી, ટાઇટન ઝળક્યો

રિલાયન્સની આગેવાની હેઠળ બજારની પીછેહઠ આગળ વધી, ટાઇટન ઝળક્યો

06 September, 2024 10:30 AM IST | Mumbai
Anil Patel

પ્રીમિયર એનર્જીસ ૧૬૫ના ઉછાળે નવા બેસ્ટ લેવલે, ઑઇલ ઇન્ડિયામાં નરમાઈ આગળ વધી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સે સાત વર્ષે બોનસ જાહેર કર્યું, શૅર દોઢ ટકા નજીક બગડ્યો : શિપ બિલ્ડિંગ શૅરોમાં બે દિવસની તેજી અટકી : એડલવાઇસ, જેએમ ફાઇ અને IIFL સિક્યૉરિટી બુલરન સાથે નવા શિખરે, જિયોજિત પોણાચાર ટકા ગગડ્યો : પ્રીમિયર એનર્જીસ ૧૬૫ના ઉછાળે નવા બેસ્ટ લેવલે, ઑઇલ ઇન્ડિયામાં નરમાઈ આગળ વધી: એમસીએક્સમાં સતત નવા ઊંચા ભાવ : ટ્રાવેલ્સ ઍન્ડ રેન્ટલ્સનું પ્રોત્સાહક લિસ્ટિંગ, બાઝાર સ્ટાઇલ આજે લિસ્ટેડ થશે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટીને ૪૫ થયું : બજારનું માર્કેટકૅપ ૫૬,૦૦૦ કરોડ વધી નવી ટોચે


મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારોના સુધારા વચ્ચે ઘરઆંગણે સેન્સેક્સ ગુરુવારે ૧૧૭ પૉઇન્ટના ગૅપમાં ઉપરમાં ૮૨,૪૭૦ ખૂલી ૧૫૧ પૉઇન્ટની નરમાઈમાં ૮૨,૨૦૧ તથા નિફ્ટી ૫૪ પૉઇન્ટ ઘટીને ૨૫,૧૪૫ બંધ રહ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅર આંક ઉપરમાં ૮૨,૬૧૭ વટાવી ગયો હતો. બજાજ શરૂઆતનો એકાદ કલાક પૉઝિટિવ ઝોનમાં રહી પછી માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું જેમાં સેન્સેક્સ નીચામાં ૮૨,૧૩૦ થયો હતો. બહુમતી સેક્ટોરલ સુધર્યા છે, પણ બહુધા વધ-ઘટ અતિ સાંકડી હતી. નિફ્ટી મીડિયા, ટેલિકૉમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ જેવા સેક્ટોરલ પોણા ટકા આસપાસ પ્લસ તો રિયલ્ટી, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, ઑટો, એનર્જી જેવા ઇન્ડાઇસિસ અડધો-પોણો ટકો નરમ હતા. રોકડું સારું રહેતાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૪૩૭ શૅર સામે ૯૯૭ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૫૬,૦૦૦ કરોડ વધી ૪૬૫.૬૯ લાખ કરોડના શિખરે પહોંચ્યું છે.



ટાઇટન ત્રણ ટકાની તેજીમાં ૩૭૨૧ બંધ રહી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. લાટિમ દોઢ ટકો, વિપ્રો સવા ટકો, ભારત પેટ્રો એક ટકાથી વધુ તો આઇટીસી એકાદ ટકો પ્લસ હતા. બોનસ માટે બોર્ડ મીટિંગ પૂર્વે રિલાયન્સ ૧.૪ ટકો ગગડી ૨૯૯૨ના બંધમાં બજારને ૧૨૬ પૉઇન્ટ નડ્યો છે. નિફ્ટી ખાતે સિપ્લા દોઢ ટકો ઘટી ટૉપ લૂઝર હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ, કોલ ઇન્ડિયા, બ્રિટાનિયા, નેસ્લે, તાતા મોટર્સ, બજાજ ઑટો, મહિન્દ્ર, ONGC એકાદ ટકાથી માંડી ૧.૪ ટકા સુધી કટ થયા છે. દરમ્યાન બજાર બંધ થયા પછી રિલાયન્સે શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. કંપનીનું આ પાંચમું બોનસ છે જે ૭ વર્ષ પછી આવ્યું છે. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં ગઈ કાલે રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૧.૧ ટકા, જસ્ટ ડાયલ દોઢ ટકા નરમ હતા. સામે લોટસ ચૉકલેટ બે ટકા, સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકા, ડેન નેટવર્ક દોઢ ટકો, ટીવી-૧૮ પોણાબે ટકા, આલોક ઇન્ડ. ચાર ટકા, હૅથવે કેબલ પોણાત્રણ ટકા વધ્યા છે.


પુણેની વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ્સ આજે મૂડીબજારમાં આવશે

SME સેગમેન્ટમાં ટ્રાવેલ્સ ઍન્ડ રેન્ટલ્સ શૅરદીઠ ૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાંના ૨૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૫૫ ખૂલી ૫૮ નજીક બંધ થતાં અત્રે ૪૪.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. શુક્રવારે બાઝાર સ્ટાઇલ તથા બૉસ પૅકેજિંગનું લિસ્ટિંગ છે. બાઝાર સ્ટાઇલમાં પ્રીમિયમ ગગડી ૪૫ થઈ ગયું છે. બૉસ પૅકેજિંગમાં ૧૨ના રેટ યથાવત છે. બજાજ હાઉસિંગનો ૧૦ના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડમાં ૬૫૬૦ કરોડનો આઇપીઓ સોમવારે ખૂલવાનો છે. પ્રીમિયમ હાલ ૫૧ આસપાસ છે. મેઇન બોર્ડમાં શ્રી તિરુપતિ બાલાજીનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો આશરે ૧૭૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૬ ગણા જેવો છલકાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૩૦ થઈ ગયું છે. SME કંપની માય મુદ્રા ફીનકૉર્પ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપર બૅન્ડમાં ૩૩૨૬ લાખનો આઇપીઓ ગઈ કાલે મૂડીબજારમાં આવ્યો છે. ભરણું પ્રથમ દિવસે સાડાપાંચ ગણું ભરાયું છે. પ્રીમિયમ ૪૦ બોલાય છે.


નેચર વિંગ્સ હૉલિડેઝનો ૭૪ના ભાવનો ૭૦૩ લાખનો SME ઇશ્યુ આખરી દિવસે કુલ ૩૮૦ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં ૩૦નું પ્રીમિયમ ચાલે છે. નમો ઇવેસ્ટ તથા મેચ કૉન્ફરન્સિસનાં SME ભરણાં શુક્રવારે બંધ થશે. નમો ઇવેસ્ટ અત્યાર સુધીમાં ૩૨.૩ ગણો અને મેચ કૉન્ફરન્સિસ ૨૨ ગણો ભરાઈ ગયો છે. નમો ઇવેસ્ટમાં હાલ ૫૦નું તો મેચ કૉન્ફરન્સિસમાં ૨૨૦નું પ્રીમિયમ બોલાય છે.

શુક્રવારે પુણેની વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૬૩ની અપર બૅન્ડમાં ૧૦૬ કરોડનો NSE SME IPO કરવાની છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટી છે જેનો જાદુ હવે પહેલાં જેવો રહ્યો નથી. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા શરૂ થવા બાકી છે. ગાલા પ્રિસિઝનનું લિસ્ટિંગ સોમવારે છે. હાલ ગ્રે માર્કેટમાં ૨૬૦નું પ્રીમિયમ બોલાય છે. 

રેમન્ડ લાઇફસ્ટાઇલ પાંચ ટકાની નીચલી સર્કિટે ૨૮૫૦ બંધ

રેમન્ડમાંથી ડીમર્જ થયેલી રેમન્ડ લાઇફસ્ટાઇલ ગઈ કાલે લિસ્ટિંગમાં ૩૦૦૦ ખૂલી ઉપરમાં ૩૧૦૦ થઈ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૮૫૦ બંધ થયો છે. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. જ્યારે રેમન્ડ ઉપરમાં ૨૧૪૬ અને નીચામાં ૨૦૦૩ થઈ સવાબે ટકા ઘટી ૨૦૩૧ હતો. આ શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે. ડીમર્જરમાં રેમન્ડના પાંચ શૅરદીઠ રેમન્ડ લાઇફસ્ટાઇલના ૪ શૅર અપાયા હતા. માઝગાવ ડૉક બે દિવસની મજબૂતી બાદ ગઈ કાલે સવાચાર ટકા ઘટી ૪૫૭૭, ગાર્ડન રિચ ત્રણ ટકા ઘટી ૧૯૦૧ અને કોચીન શિપયાર્ડ એક ટકો ઘટી ૧૯૧૨ બંધ થયા છે. ભારત અર્થ મૂવર્સ આગલા દિવસના સાડાછ ટકાના ઉછાળા બાદ ગુરુવારે દોઢ ટકો ઘટી ૪૦૪૫ હતો.

અશોકા બિલ્ડકૉન ૪ ગણા કામકાજે ૨૭૫ની ટૉપ બનાવી સવાતેર ટકાની છલાંગમાં ૨૬૮ થયો છે. ગુજરાત ફ્લુરોકેમ સાડાઅગિયાર ટકા કે ૩૬૧ની તેજીમાં ૩૫૨૭ નજીક ગયો છે. ઇઝી ટ્રિપ પ્લાનર્સ ૧૦.૯ ટકા ઊંચકાઈ ૪૩ વટાવી ગયો હતો. સીસીએલ પ્રોડક્ટ્સ આગલા દિવસના જમ્પ બાદ પ્રૉફિટ બુકિંગમાં ગઈ કાલે પોણાછ ટકા બગડી ૭૮૩ હતો. ફાઇનૅન્સ અને બ્રોકિંગ શૅરમાં એડલવાઇસ આઠ ટકા, IIFL સિક્યૉરિટી પોણાછ ટકા, જેએમ ફાઇ ત્રણ ટકા વધીને નવા શિખરે બંધ હતા. ફીનો પેમેન્ટ બૅન્ક સવાત્રણ ગણા વૉલ્યુમે ૪૬૩ના બેસ્ટ લેવલે જઈ સાડાનવ ટકાની તેજીમાં ૪૫૬ નજીક રહ્યો છે. ૨૦૨૩ની ૨૧ ડિસેમ્બરે ભાવ ૨૪૯ના તળિયે ગયો હતો. જિયોજિત તાજેતરની તેજી બાદ પોણાચાર ટકા કપાયો છે. યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ સાડાછ ટકાની મજબૂતીમાં ૧૨૬૬ના શિખરે બંધ રહ્યો છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલી પ્રીમિયર એનર્જીસ ૧૦૧૦ની નવી ટૉપ બતાવી ૧૯.૬ ટકા કે ૧૬૫ના ઉછાળે ૧૦૦૭ વટાવી ગયો છે. શૅરના બાયબૅક માટે બોર્ડ મીટિંગ પૂર્વે મેટ્રિમોની સવા ટકો સુધરી ૮૧૨ હતો. ખજાનચી જ્વેલર્સ પોણાઆઠ ટકા, થંગમયિલ દોઢ ટકો, કલ્યાણ જ્વેલર્સ સવા ટકો નરમ હતા. પીસી જ્વેલર્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૩ બંધ હતો. ઑઇલ ઇન્ડિયા વધુ ચાર ટકા ખરડાઈ ૬૫૫ની અંદર ઊતરી ગયો  છે. MCX ૫૪૨૦ની વિક્રમી સપાટી નોંધાવી પોણો ટકો વધીને ૫૩૯૨ હતો. સેફાયર ફૂડ્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પોણાબે ટકા ઘટી ૩૩૧ રહ્યો છે. ઝોમાટો પોણાચાર ગણા વૉલ્યુમે પાંચ ટકા ઊંચકાઈ ૨૫૫ નજીક સરક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2024 10:30 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK