સેબી વ્યક્તિઓ, જૂથો અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ સિક્યૉરિટી કાયદાઓના ઉલ્લંઘનની તપાસ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઍનૅલિટિક્સનો ઉપયોગ કરીને વેબ ઇન્ટેલિજન્સ ટૂલ દ્વારા સોશ્યલ મીડિયા અને અન્ય પ્લૅટફૉર્મ્સ પર દેખરેખ વધારવાનું વિચારી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સેબી વ્યક્તિઓ, જૂથો અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ સિક્યૉરિટી કાયદાઓના ઉલ્લંઘનની તપાસ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઍનૅલિટિક્સનો ઉપયોગ કરીને વેબ ઇન્ટેલિજન્સ ટૂલ દ્વારા સોશ્યલ મીડિયા અને અન્ય પ્લૅટફૉર્મ્સ પર દેખરેખ વધારવાનું વિચારી રહી છે.આ સંદર્ભમાં કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે જાહેર સૂચના અનુસાર ‘વેબ ઇન્ટેલિજન્સ ટૂલ’ લાગુ કરવા, ઇન્સ્ટૉલ કરવા અને જાળવવા માટે સોલ્યુશન પ્રદાતાઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટને આમંત્રણ આપ્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ટરનેટના વપરાશમાં ઝડપથી વધારો થયો છે, જેના પરિણામે વેબ પર અનસ્ટ્રક્ચર્ડ જાહેરમાં ઉપલબ્ધ ડેટાના પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાનું નોંધીને, સેબીએ જણાવ્યું હતું કે આ અનસ્ટ્રક્ચર્ડ ડેટા વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ, જૂથો અને વિષયો વિશે ઊંડી તપાસ આંતરદૃષ્ટિ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. વિવિધ સિક્યૉરિટીઝ કાયદાઓના ઉલ્લંઘન સાથે સંબંધિત હોવાથી આ પ્રક્રિયા હાથ ધરી છે.