° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


ઍ​​ક્ટિવ ફન્ડની કામગીરી પર એક નજર

18 August, 2022 03:11 PM IST | Mumbai
Jayesh Chitalia

છેલ્લા એક વર્ષમાં કયા ઍ​ક્ટિવ ફન્ડની કામગીરી કેવી રહી? કોણે કેવું વળતર આપ્યું? કઈ સ્કીમ સારી-નરસી રહી એ જોઈએ, જેનાથી વિવિધ કૅટેગરીની કામગીરીનો ખ્યાલ મળશે. જોકે છેલ્લા એકાદ મહિનામાં ચિત્ર બદલાતું રહ્યું હોવાથી એ પરિવર્તનને પણ ધ્યાનમાં લેવું જોઈશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશના ઇક્વિટી બજારમાં છેલ્લા બારેક મહિનામાં વૉલેટિલિટી અત્યંત વધી ગઈ. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાતાં, ફુગાવો વધી જતાં અને ભારત સહિત દુનિયામાં વ્યાજદરમાં થઈ રહેલા વધારા સહિતનાં પરિબળો આ વૉલેટિલિટી માટે જવાબદાર છે. સેન્સેક્સ અને નિફ્ટી એ બે લાર્જ કૅપ ઇન્ડાયસિસ ૧ જુલાઈ, ૨૦૨૧થી ૧ જુલાઈ ૨૦૨૨ વચ્ચે લગભગ ફ્લૅટ રહ્યા છે. આ સંજોગોમાં ઍક્ટિવ મ્યુચ્યુઅલ ફન્ડની કામગીરી કેવી રહી એ જોઈએ.

આ  બધા સંજોગો વચ્ચે જે સ્કીમે ઑટો, એફએમસીજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણ કર્યું હતું એવી સ્કીમ ઘટાડાને માત આપીને હકારાત્મક વળતર આપવામાં સક્ષમ રહી, જ્યારે જે સ્કીમે ફાર્મા, બૅન્ક્સ, એનર્જી અને આઇટી સ્ટૉક્સ પર અધિક મદાર રાખ્યો હતો એ ઘટાડાને અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહી, પરિણામે એ સ્કીમનું વળતર નકારાત્મક રહ્યું હતું. વૈવિધ્યપૂર્ણ (ડાઇવર્સિફાઇડ) સ્કીમમાં સ્મૉલ કૅપ અને મ​લ્ટી કૅપ ફન્ડ દ્વારા હકારાત્મક વળતર પૂરું પાડવામાં આવ્યું છે અને લાર્જ કૅપ, લાર્જ અને મિડ કૅપ તેમ જ ફ્લૅક્સિ કૅપ ફન્ડમાં નકારાત્મક વળતર રહ્યું છે. હાઇબ્રીડ ફન્ડમાં જોઈએ તો કન્ઝર્વેટિવ હાઇબ્રીડ, ઇક્વિટી સેવિંગ્સ અને બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડે વળતર આપવાની બાબતમાં અગ્રેસિવ હાઇબ્રીડ ફન્ડને પાછળ રાખી દીધાં છે. 

ઑટો સેક્ટરે સ્પીડ રાખી

સૌથી વધુ વળતર ઑટો ક્ષેત્રના શૅર્સે આપ્યું છે. આ કૅટેગરીમાં યુટીઆઇ ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ લૉજિ​સ્ટિક્સ ફન્ડ, આઇઆઇસીઆઇ પ્રુ એક્સપોર્ટ્સ ઍન્ડ સર્વિસિસ અને સુંદરમ્ સર્વિસિસનો સમાવેશ થાય છે. ખરેખર તો ઑટો ક્ષેત્રમાં પુરવઠાની ટંચાઈ વર્તાતી હતી અને સામે માગ પણ મંદ હતી, પરંતુ છેલ્લા થોડા મહિનાથી સ્ટીલની કિંમત ઘટતાં અને પૅસેન્જર કાર્સની માગ વધતાં આ ક્ષેત્ર લાઇમલાઇટમાં આવ્યું હતું. લૉજિ​સ્ટિક્સ જેવાં સંલગ્ન ક્ષેત્રોની કામગીરી સુધરી એને કારણે યુટીઆઇ ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ લૉજિસ્ટિક્સ ફન્ડની કામગીરી સારી રહી હતી.

ફાર્મા સ્ટૉક્સ માંદા રહ્યા

છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં કામગીરી કંગાળ રહી હોવાથી રોકાણકારોની નજરમાંથી ફાર્મા શૅરો ઊતરી ગયા હતા. કાચા માલની વધેલી કિંમતને કારણે આ કંપનીઓના શૅરોની અપેક્ષિત કામગીરીમાં ઘટાડો જોવાયો હતો. અમેરિકામાં કિંમત વધવાને પગલે પણ આ કંપનીઓના માર્જિન્સને અસર થઈ હતી. પરિણામે મોટી ફાર્મા કંપનીઓ જેવી કે અરબિંદો ફાર્મા, લુપિન અને ગ્લૅનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ તેમ જ હેલ્થકૅર કંપનીઓ મેટ્રોપૉલિસ હેલ્થકૅર અને થાઇરોકૅર ટેક્નૉલૉજીઝના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૩૦-૩૫ ટકાનો ઘટાડો થયો.

મલ્ટી કૅપ ફન્ડમાં નિપ્પોન ઇન્ડિયા મલ્ટી કૅપે ૧૦.૯૮ ટકા વળતર પૂરું પાડ્યું છે. અન્ય ફન્ડમાં સુંદરમ મલ્ટી કૅપ, ક્વાન્ટ ઍક્ટિવ, બરોડા બીએનપી પારીબસ મલ્ટી કૅપે ૩.૮૪ ટકાથી લઈને ૧.૪૭ ટકાનું હકારાત્મક વળતર પૂરું પાડ્યું છે, જ્યારે આઇટીઆઇ મલ્ટી કૅપે ૧૪.૦૧ ટકાનું, ઇન્વેસ્કો ઇન્ડિયાએ ૫.૭૪ ટકાનું, મહિન્દ્ર મલ્ટી કૅપે ૦.૭૦ ટકાનું અને આઇસીઆઇસીઆઇ પ્રુ મલ્ટી કૅપે ૧.૨૨ ટકાનું નકારાત્મક વળતર પૂરું પાડ્યું છે.

સ્મૉલ કૅપ ફન્ડમાં સૌથી અધિક વળતર આપનારી સ્કીમ્સ છે, કૅનેરા રોબ સ્મૉલ કૅપ, આઇસીઆઇસીઆઇ પ્રુ સ્મૉલ કૅપ, એલઍન્ડટી ઇમર્જિંમગ બિઝનેસ, નિપ્પોન ઇન્ડિયા સ્મૉલ કૅપ, જેમણે ૧૪.૯૧ ટકાથી ૭.૭૯ ટકાનું વળતર પૂરું પાડ્યું છે. આ કૅટેગરીમાં સૌથી કંગાળ કામગીરી ધરાવતી ટોચની પાંચ સ્કીમ છે, આઇટીઆઇ સ્મૉલ કૅપ, આદિત્ય બિરલા એસએલ સ્મૉલ કૅપ, એચએસબીસી સ્મૉલ કૅપ ઇક્વિટી, આઇડીએફસી ઇમર્જિંગ બિઝનેસિસ અને એચડીએફસી સ્મૉલ કૅપની રહી છે. બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડમાં એચડીએફસી બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ, બૅન્ક ઑફ ઇન્ડિયા બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ, આઇસીઆઇસીઆઇ પ્રુ બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ, તાતા બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ અને નિપ્પોન ઇન્ડિયા બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજે ૮.૬૭થી ૧.૪૪ ટકાનું વળતર આપ્યું છે.

સવાલ તમારા…

સેક્ટરલ ફન્ડ સારું કે ડાઇવર્સિફાઇડ સ્કીમ સારી?

વાસ્તવમાં સેક્ટરલ ફન્ટ જોખમી ગણાય છે, કેમ કે એમાં બધો આધાર સેક્ટરની કામગીરી પર હોય છે અને ક્યારેય કોઈ એક સેક્ટર સતત સારી કામગીરી કરે એવું બની શકે નહીં. જોકે આ સાથે દરેક સેક્ટરમાં અમુક કંપનીઓ સારું પર્ફોર્મ કરે અને અમુક નબળું કરે એવું પણ બની શકે. પરિણામે ક્યાંક અનિશ્ચિતતા રહે છે અને ઘણી વાર સેક્ટર સારું કરે અને એની બધી કંપનીઓ પણ સફળ રહે તો વળતર વધુ ઊંચું જવાની શકયતા રહે, પરંતુ એના કરતાં ડાઇવર્સિફાઇડ સ્કીમમાં બધું જ આવી જાય છે. વિવિધ સેક્ટર પણ અને વિવિધ કંપનીઓ પણ. જેથી સેક્ટર કરતાં વૈવિધ્ય ધરાવતી સ્કીમ વધુ બહેતર ગણાય.

18 August, 2022 03:11 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

આઠ મોટાં શહેરોમાં ૭.૮૫ લાખ ઘર વેચાણ વગરનાં : અહેવાલ

આ ઘરોનું વેચાણ કરવા માટે ૩૨ મહિનાનો સમય જોઈએ

06 October, 2022 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડ : સલામતી અને ઓછા ખર્ચ સાથે ઝડપી પ્રવાહિતાનો લાભ

આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર ચાહે ત્યારે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે છે. આ એક ડેટ ફન્ડનું સ્વરૂપ હોવાથી એને ટૅક્સ પણ એ મુજબ લાગે છે. સલામતી સાથે પ્રવાહિતા ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે આ રોકાણ વિચારવા જેવું ખરું

06 October, 2022 04:54 IST | Mumbai | Jayesh Chitalia

અમેરિકી ડૉલરનો ઘટાડો અટકતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે અટકતો વધારો

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટાને આધારે સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદી નક્કી થશે

06 October, 2022 04:49 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK