Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર ઉપલા મથાળેથી ૧૨૪૩ અને છેવટે ૭૨૩ પૉઇન્ટ ડાઉન, દોષનો ટોપલો રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પર

શૅરબજાર ઉપલા મથાળેથી ૧૨૪૩ અને છેવટે ૭૨૩ પૉઇન્ટ ડાઉન, દોષનો ટોપલો રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પર

Published : 09 February, 2024 06:59 AM | IST | Mumbai
Anil Patel

બૅન્ક નિફ્ટી ૪૬,૧૮૧ની ઇન્ટ્રા-ડે હાઈથી ૧૨૮૭ પૉઇન્ટ તૂટી નીચામાં ૪૪,૮૯૪ થઈ છેવટે પોણાબે ટકા કે ૮૦૬ પૉઇન્ટ લથડી ૪૫,૦૧૨ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પરિણામ પૂર્વે એલઆઇસી તગડા ઉછાળે નવી ટોચે, માર્કેટ કૅપ ૭ લાખ કરોડ થવાની તૈયારીમાં : ખાનગી બૅન્કોની ખરાબીમાં બૅન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડે હાઈથી ૧૨૮૭ પૉઇન્ટ ખરડાઈ ૮૦૬ પૉઇન્ટ ડૂલ થયો, પીએસયુ બૅન્ક નિફ્ટી મજબૂત : અદાણીના ૧૧માંથી ૧૧ શૅર ડાઉન, એસીસી સાધારણ સુધર્યો : ટીસીએસ તથા એચસીએલ ટેક્નૉ નવા બેસ્ટ લેવલે, ઇન્ફોસિસ જૈસે-થે : રિઝર્વ બૅન્કે પેટીએમનાં છોતરાં પાડ્યાં, નિયમભંગ માટે રીઢી ગુનેગાર ગણાવી, શૅર તૂટ્યો 

રિઝર્વ બૅન્કે એકંદર ધારણા મુજબની ધિરાણનીતિ આપી છે. સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત રાખ્યો છે. આ નિર્ણય રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ સર્વાનુમતે નહીં, પરંતુ ૬માથી ૫ સભ્યની સહમતીથી લીધો છે. એક સભ્ય પ્રો જયંત વર્ષા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાની ફેવરમાં હતા એ સૂચક છે. મતલબ કે હવે પછીની પૉલિસી મીટિંગમાં વ્યાજદર ઘટે તો નવાઈ નહીં. ત્યાં સુધીમાં તો સંસદીય ચૂંટણીનું બ્યુગલ પણ વાગી ગયું હશે. દરમ્યાન સેન્સેક્સ આગલા બંધથી ૩૦૧ પૉઇન્ટ પ્લસમાં ૭૨,૪૭૩ ખૂલી છેવટે ૭૨૩ પૉઇન્ટ ગગડી ૭૧,૪૨૮ તથા નિફ્ટી ૨૧૩ પૉઇન્ટ ખરડાઈ ૨૧,૭૧૮ બંધ થયો છે. ગુરુવારે બજાર ઓપનિંગને જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ધિરાણનીતિની જાહેરાત બાદ નીચામાં ૭૧,૨૩૦ થયું હતું. બોલે તો ઉપલા મથાળેથી ૧૨૪૩ પૉઇન્ટનો ધબડકો. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ ડાઉન થયા છે. રેટ સેન્સિટીવ સેગમેન્ટમાં ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો, કૅપિટલ ગુડ્સ ૦.૭ ટકા, ફાઇનૅન્સ દોઢ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધો ટકો, રિયલ્ટી પોણો ટકો નરમ હતા. બૅન્ક નિફ્ટી ૪૬,૧૮૧ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૪,૮૯૪ થઈ ૧.૮ ટકા કે ૮૦૬ પૉઇન્ટ ઘટી ૪૫,૦૧૨ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બુલરન જારી રાખતાં ૭૦૩૫ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા વધીને ૬૮૭૮ થયો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ત્રણ ટકા કપાયો છે. આઇટીસીના ભારમાં એફએમસીજી ઇન્ડેક્સ બે ટકા કે ૩૯૬ પૉઇન્ટ ગગડ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૦.૯ ટકા, એનર્જી એક ટકો, પાવર ઇન્ડેક્સ ૦.૪ ટકા અને યુટિલિટીઝ પોણો ટકો વધીને એક વધુ બેસ્ટ લેવલે ગયા છે. આઇટીમાં સાધારણ સુધારો હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૮૦૮ શૅરની સામે ૧૩૩૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટ કૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ગઈ કાલે ૧.૦૪ લાખ કરોડ ઘટી ૩૮૮.૨૧ લાખ કરોડ રહ્યું છે. 


એશિયા ખાતે ચાઇના વધુ સવા ટકો આગળ વધ્યું છે. જૅપનીઝ નિક્કી બે ટકા, સાઉથ કોરિયા સાધારણ પ્લસ હતા. હૉન્ગકૉન્ગ સવા ટકો, થાઇલૅન્ડ પોણા ટકાની નજીક, સિંગાપોર અડધો ટકો ઘટ્યાં છે. 



બૅટ તરફથી હિસ્સો ઘટાડવાની વિચારણામાં આઇટીસી ડાઉન 
સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર સુધર્યા હતા. સ્ટેટ બૅન્ક અઢી ગણા વૉલ્યુમે ૭૧૯ની વિક્રમી સપાટી બનાવી ૩.૫ ટકા વધી ૬૯૯ના બંધમાં બન્ને બજારમાં મોખરે હતો. પાવર ગ્રીડ ત્રણ ટકા, ભારતી ઍરટેલ પોણો ટકો, હિન્દાલ્કો દોઢ ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૦.૯ ટકા, બજાજ ઑટો પોણો ટકો અને ઓએનજીસી અડધો ટકો વધ્યા છે. ભારત પેટ્રો ૩.૧ ટકા, ટીસીએસ ૧.૩ ટકા અને એચસીએલ ટેક્નૉ સવા ટકો વધીને નવા શિખરે બંધ હતા. રિલાયન્સ ૦.૭ ટકા સુધરીને ૨૯૦૩ રહ્યો છે. 
આઇટીસીમાં સૌથી વધુ ૨૩ ટકા પ્લસનું હોલ્ડિંગ ધરાવતી વિદેશી કંપની બ્રિટિશ અમેરિકન ટોબૅકો (બીએટી-બૅટ) એનો હિસ્સો ઘટાડવા વિચારી રહી હોવાના અહેવાલમાં શૅર સવાત્રણ ગણા કામકાજમાં ૪૦૯ની અંદર જઈ ચાર ટકા ગગડી ૪૧૪ બંધ હતો. બ્રિટાનિયા પરિણામ પાછળ ૪ ટકા કે ૨૦૩ રૂપિયા ગગડી ૪૮૭૫ હતો. નેસ્લે ત્રણ ટકા ઘટ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૩ ટકા અને એચડીએફસી બૅન્ક ૧.૮ ટકા બગડી સેન્સેક્સને ૩૮૪ પૉઇન્ટ નડી છે. કોટક બૅન્ક ૩.૫ ટકા, ઇન્ડ્સઇન્ડ ૨.૯ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૯ ટકા કટ થઈ છે. અલ્ટ્રાટેક બે ટકા કે ૨૦૪ રૂપિયા, બજાજ ફાઇ. ૨.૧ ટકા, મહિન્દ્ર ૧.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા, મારુતિ ૧.૮ ટકા કે ૧૯૧ રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ દોઢ ટકા, લાર્સન ૧.૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૬ ટકા, વિપ્રો સવા ટકો, તાતા કન્ઝ્યુમર અઢી ટકા, આઇશર ૩ ટકા કે ૧૨૦ રૂપિયા, યુપીએલ ૨.૭ ટકા, એચડીએફસી લાઇફ ૨.૩ ટકા, ગ્રાસિમ અઢી ટકા, સિપ્લા સવા ટકો, ડિવીઝ લૅબ ૧.૩ ટકા, તાતા મોટર્સ એક ટકો ઘટ્યા છે. 


અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર ૧.૯ ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકો, અદાણી પાવર પોણો ટકો, અદાણી એનર્જી દોઢ ટકા, અદાણી ગ્રીન બે ટકા, અદાણી ટોટલ ૧.૪ ટકા, અદાણી વિલ્મર બે ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો, એનડીટીવી ૧.૩ ટકા, સાંધી ઇન્ડ. અડધો ટકો માઇનસ હતો. એકમાત્ર એસીસી ૦.૪ ટકા જેવો સુધર્યો છે. 

ખાનગી બૅન્કોના ભારમાં બૅન્ક નિફ્ટી ૮૦૬ પૉઇન્ટ ડૂલ, પેટીએમ ગગડ્યો 
બૅન્ક નિફ્ટી ૪૬,૧૮૧ની ઇન્ટ્રા-ડે હાઈથી ૧૨૮૭ પૉઇન્ટ તૂટી નીચામાં ૪૪,૮૯૪ થઈ છેવટે પોણાબે ટકા કે ૮૦૬ પૉઇન્ટ લથડી ૪૫,૦૧૨ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૯ શૅર ડાઉન હતા. જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સથવારે બે ટકા વધી ૬૮૭૮ના શિખરે બંધ આવ્યો છે. બૅન્કિંગના ૩૯માંથી ૨૨ શૅર ઘટ્યા છે. ફીનો પેમેન્ટ બૅન્ક ૧૦.૮ ટકાના કડાકામાં ૩૩૧ થયો છે. યુકો બૅન્ક સાત ટકા, આઇઓબી સવાછ ટકા, પંજાબ સિંઘ બૅન્ક ૫.૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક સાડાચાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૫ ટકા બગડી છે. એયુ બૅન્ક, કોટક બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અઢીથી સાડાત્રણ ટકા કટ થઈ છે. સ્ટેટ બૅન્ક ૩.૫ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા સવાત્રણ ટકા, કૅનેરા બૅન્ક ત્રણ ટકા, ઉત્કર્ષ બૅન્ક સવાપાંચ ટકા મજબૂત હતી. 


ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૯૦ શૅરની નબળાઈમાં દોઢ ટકો ડૂલ થયો છે. એલઆઇસી પરિણામ પૂર્વે સાડાચાર ગણા વૉલ્યુમે ૧૧૪૪ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાછ ટકાની તેજીમાં ૧૧૦૬ બંધ થતાં એનું માર્કેટ કૅપ સાત લાખ કરોડ રૂપિયાની સાવ નજીક પહોંચી ગયું છે. અન્ય વીમા શૅરોમાં ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ પોણાબાર ટકાના ઉછાળે ૩૦૪ અને જનરલ ઇન્શ્યૉરન્સ સવાનવ ટકાના જમ્પમાં ૪૪૧ના બેસ્ટ લેવલે બંધ હતા. રિઝર્વ બૅન્ક તરફથી પેટીએમનાં છોતરાં પાડી દેવાયાં છે. નિયમભંગના મામલે પેટીએમ રીઢા ગુનેગાર જેવી ગણાવાઈ છે. શૅર બમણા વૉલ્યુમે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૪૭ બંધ થયો છે. જીઆઇસી હાઉસિંગ, દૌલત અલ્ગોટ્રેડ, મોતીલાલ ઓસ્વાલ, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ, મેક્સ ફાઇ. સર્વિસિસ સાડાત્રણથી સાડાછ ટકા મજબૂત હતી. જિયો ફાઇ. બે ટકા ઘટી ૨૬૩ નીચે ગયો છે. 

સરકારી તેલ કંપનીઓ સતત ડિમાન્ડમાં, ટૉરન્ટ અને તાતા પાવર નવા શિખરે
સવિશેષ કરીને સરકારી તેલ કંપનીઓના જોરમાં ઑઇલ-ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ એક ટકા નજીક વધીને નવી વિક્રમી સપાટીએ બંધ હતા. અત્રે ઑઇલ ઇન્ડિયા પોણાપાંચ ટકા, જીએસપીએલ ૩.૬ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩.૩ ટકા, ભારત પેટ્રો ૩.૨ ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકો, હિન્દુ. પેટ્રો તથા ઓએનજીસી અડધો ટકો પ્લસ હતા. ટૉરન્ટ પાવર પાંચ ટકા, રિલાયન્સ પાવર સવાચાર ટકા, એનએલસી ઇન્ડિયા ૪.૨ ટકા, તાતા પાવર ૩.૨ ટકા, જેપી પાવર ત્રણ ટકા, પાવરગ્રીડ ૩ ટકા, સતલજ જલ વિદ્યત અને જેએસડબ્લ્યુ એનર્જી અઢી ટકા પ્લસમાં જતાં યુટિલિટી ઇન્ડેક્સ પોણો ટકો અને પાવર ઇન્ડેક્સ ૦.૪ ટકા વધી નવા શિખરે ગયો છે. 

એફએમસીજી ઇન્ડેક્સ ૭૭માંથી ૫૮ શૅરની નબળાઈમાં બે ટકા કે ૩૯૬ પૉઇન્ટ બગડ્યો છે. એમાં આઇટીસીનું પ્રદાન ૨૪૫ પૉઇન્ટ હતું. નેસ્લે, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યુમર, હિન્દુ. યુનિલીવર, કોલગેટ, યુબીએલ જેવી ચલણી જાતો પણ નરમ હતી. એસએચ કેળકર ૧૬ ટકાની તેજીમાં ૨૦૦ તથા વાડીલાલ ઇન્ડ. સવાચૌદ ટકા કે ૪૫૩ના ઉછાળે ૩૬૧૯ બંધ થયો છે. ઑટોમાં નરમાઈ વચ્ચે ક્યુમિન્સ ઇન્ડિયા સારા રિઝલ્ટમાં ૨૬૪૨ની નવી ટૉપ બનાવી પોણાઆઠ ટકા ઊંચકાઈ ૧૮૬ રૂપિયાના જમ્પમાં ૨૫૮૫ વટાવી ગઈ છે. 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૫ શૅરના સુધારામાં ૧૧૦ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસ હતો. ઇન્ફોસિસ ૧૬૯૩ના આગલા લેવલે ફ્લૅટ હતો, જ્યારે ટીસીએસ સવા ટકો વધી ૪૧૩૬ની ટોચે ગયો છે. એક્સપ્લીઓ સૉલ્યુશન્સ સાત ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન પાંચેક ટકા, કેસોલ્વ્સ પોણાપાંચ ટકા, ક્વિક હીલ પોણાચાર ટકા વધ્યા હતા. ઓરેકલ ૭૩૫૯ની સર્વોચ્ચ સપાટી બાદ ૧૯૮ કે પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૭૨૩૪ હતો. ૬૩ મૂન્સ સાડાચાર ટકા કપાઈ ૪૬૧ થયો છે. ટેલિકૉમમાં એમટીએનએલ ૧૦ ટકા રણકી ૫૨ નજીક હતો. તાતા ટેલિ ૮.૨ ટકા, તાતા કમ્યુ. ચાર ટકા, રેલટેલ બે ટકા વધ્યા છે. 

કસ વગરની એન્ટેરો હેલ્થકૅર ૧૨૫૮ના ખોટા ભાવથી આજે મૂડીબજારમાં આવશે 
ફરિદાબાદની એન્ટેરો હેલ્થકૅર સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૫૮ની અપર બૅન્ડ સાથે ૧૬૦૦ કરોડનો ઇશ્યુ શુક્રવારે કરવાની છે, જેમાંથી ૬૦૦ કરોડ ઑફર ફૉર સેલ છે. કંપની લૉસ કરતી હોવાથી ઇશ્યુમાં ક્યુઆઇબી પોર્શન ૭૫ ટકા રખાયો છે. રીટેલ માટે ૧૦ ટકા છે. કંપનીનો કોઈ સારો ટ્રૅક રેકૉર્ડ નથી. કોઈ જ સ્પેશ્યલ પ્રોડક્ટ્સ કે બિઝનેસ કૉડલ નથી. બસ હેલ્થકૅર પ્રોડક્ટ્સનું ડિસ્ટ્રિબ્યુશન માત્ર કરે છે. દેવું સતત વધતું રહી સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતે ૪૮૯ કરોડે પહોંચ્યું છે. આ કંપની વહેલી-મોડી બીજી પેટીએમ પુરવાર થવાની છે. ગ્રે માર્કેટમાં ફેન્સી જમાવવાની કોશિશ ચાલુ છે. હાલ પ્રીમિયમ ૧૧૮ જેવું સંભળાય છે. ઇશ્યુમાં કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૧૯નું ડિસ્કાઉન્ટ રખાયું છે. બુધવારે મઝેદાર લિસ્ટિંગ ગેઇન આપનારી બીએસએસ ઈ-સર્વિસિસ ગઈ કાલે ૬.૬ ટકા તૂટીને ૩૩૯ બંધ રહી છે. રાજકોટની ગેબ્રિયલ પેટ સ્ટ્રેપ્સ પાંચ ટકા વધી ૧૨૭ હતી. અન્યમાં મેગાથર્મ ઇન્ડક્શન ૫ ટકા વધી ૨૪૦ની ટોચે, મયંક કેટલ ફૂડ એક ટકો ઘટી ૧૧૬, હર્ષદીપ હોર્ટિકો ૫ ટકાની નીચલી સર્કિટે ૫૭ બંધ આવી છે. બાવેજા સ્ટુડિયો પાંચ ટકાની મંદીમાં ૧૫૭ હતી. 

શ્રીજી ટ્રાન્સલૉજિસ્ટિક્સ ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૪.૪ ટકા વધી ૩૯ હતો. ઈઆઇએચ હોટેલ્સ ૪૨૮ની ટોચે જઈ પોણાત્રણ ટકા ઘટી ૪૧૩ તો ઈઆઇએચ અસોસિએટ્સ પોણાબે ટકા ઘટી ૭૭૯ હતી. ઝોમૅટોએ સતત ત્રીજા ક્વૉર્ટરમાં નફો કર્યો છે. અગાઉની ૩૪૭ કરોડની લૉસ સામે આ વેળા નેટ પ્રૉફિટ ૧૩૮ કરોડ આવ્યો છે. શૅર ૧૪૭ની વીસેક માસની ટોચે જઈ અઢી ટકા વધી ૧૪૪ બંધ થયો છે. તાતા સ્ટીલ સાથેનું મર્જર ફોક થતાં ટીઆરએફ સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીમાં ૩૯૪ની નવી ટોચે બંધ રહી છે. ટ્રેન્ટ લિમિટેડ પરિણામનું જોર જાળવી રાખતાં ૩૯૩૬ના શિખરે જઈ સાડાછ ટકા કે ૨૩૩ની તેજીમાં ૩૮૪૩ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK