જો જિયો ફાઇનાન્શિયલ અને ઝૉમેટોનો એફઍન્ડઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, તો તે કિસ્સામાં બ્રોકરેજનો અંદાજ છે કે ટ્રેન્ટ અને ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલનો અંદાજ છે કે જો જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Stock Market) અને ઝૉમેટોના શેરને ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (એફઍન્ડઓ)માં સામેલ કરવામાં આવે તો આ શેર ટૂંક સમયમાં નિફ્ટી ઇન્ડેક્સમાં સામેલ થઈ શકે છે. બ્રોકરેજ મુજબ ટ્રેન્ટ લિમિટેડનો પણ નિફ્ટી (Stock Market)માં સમાવેશ થવાની ધારણા છે. જો જિયો ફાઇનાન્શિયલ અને ઝૉમેટોનો એફઍન્ડઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, તો તે કિસ્સામાં બ્રોકરેજનો અંદાજ છે કે ટ્રેન્ટ અને ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ એલટીઆઈ માઇન્ડટ્રી અને ડિવિસ લેબોરેટરીઝના શેર ઇન્ડેક્સની બહાર હોય શકે છે.
વાસ્તવમાં, આગામી ઑગસ્ટ મહિનામાં નિફ્ટી ઇન્ડેક્સ (Stock Market)માં ફેરફાર એટલે કે રિબેલેન્સિંગની જાહેરાત કરવામાં આવશે અને તે સપ્ટેમ્બરથી લાગુ થશે. નિફ્ટી રિબેલેન્સિંગ માટે 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધીના શેરોની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ગણવામાં આવે છે.
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઝૉમેટોની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ કરતા વધારે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે સૂચિત ફેરફારો મુજબ, લગભગ 78 સ્ટોક્સ ફ્યુચર્સ અને ઑપ્શન્સમાં સામેલ થઈ શકે છે, જ્યારે ફ્યુચર્સ અને ઑપ્શન્સ સેગમેન્ટમાંથી 25 શેરો દૂર કરી શકાય છે.
નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચે એક રિપોર્ટમાં આ 78 સંભવિત શેરોની ઓળખ કરી છે. તેમાં ઝૉમેટો, યસ બૅન્ક, જિયો ફાઇનાન્શિયલ, એનએચપીસી, અદાણી ગ્રીન અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.
અગાઉ, જિયો ફાઇનાન્સિયલ સર્વિસે 30 મેના રોજ તેની `જિયો ફાઇનાન્શિયલ એપ`નું બીટા વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપનીએ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ એપ છે, જે દૈનિક ફાઇનાન્સ અને ડિજિટલ બેન્કિંગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.
જિયો ફાઇનાન્શિયલ Services દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, `આ એપ ડિજિટલ બેન્કિંગ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, બિલ સેટલમેન્ટ, ઇન્શ્યોરન્સ એડવાઇઝરીને એકીકૃત કરે છે, એટલે કે આ તમામ બાબતો માટે તે એકમાત્ર યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ હશે. `જિયો ફાઇનાન્સ` ઍપ ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સંબંધિત તમામ યુઝર્સની જરૂરિયાતોને પૂરી કરશે અને તમારું મની મેનેજમેન્ટ તમારી આંગળીના ટેરવે હશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અનક્લેમ્ડ શૅર સરકારના IEPF ફન્ડમાં જમા કરાવશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે કંપની અનક્લેમ્ડ શૅર્સને કેન્દ્ર સરકારના ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફન્ડ (IEPF)માં જમા કરાવી દેશે. જે શૅરધારકોએ છેલ્લાં લાગલગાટ ૭ વર્ષ કે એનાથી વધુ વર્ષ ડિવિડન્ડ ક્લેમ કર્યું નથી એવા જ શૅર ટ્રાન્સફર કરાશે. કેન્દ્રની મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સના નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

