આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૨૬ ટકા (૧૦૪૫ પૉઇન્ટ) વધીને ૪૭,૩૩૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૪૬,૨૮૫ ખૂલ્યા બાદ ૪૭,૫૨૦ની ઉપલી અને ૪૬,૦૫૫ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૦૪૫ પૉઇન્ટ વધ્યો
બીટકૉઇન માટે સાનુકૂળ વલણ ધરાવતા જેવિયર મિલેઈનો આર્જેન્ટિનાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજય થવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૨૬ ટકા (૧૦૪૫ પૉઇન્ટ) વધીને ૪૭,૩૩૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૪૬,૨૮૫ ખૂલ્યા બાદ ૪૭,૫૨૦ની ઉપલી અને ૪૬,૦૫૫ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કૉઇન વધ્યા હતા, જેમાંથી ચેઇનલિન્ક, કાર્ડાનો, પોલકાડૉટ અને યુનિસ્વોપ ૪થી ૮ ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કૉઇન હતા.
દરમ્યાન, ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સે સ્પૉટ ઇથેરિયમ ઈટીએફ માટે સત્તાવાર અરજી કરી છે. બીજી બાજુ હૉન્ગકૉન્ગ મૉનિટરી ઑથોરિટી સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના પ્રથમ પ્રાયોગિક તબક્કા બાદ હવે આવતા વર્ષથી એનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ શરૂ કરવાની છે. જર્મની પણ ડિજિટલ યુરો નામે સીબીડીસી શરૂ કરવા માગે છે.